રેપર રફ્તારે કેનેડાની રેપર ટોમી જિનેસિસના ટિકા કરી હતી. તેણે ટોમીના મ્યૂઝિક વીડિયો ટૂ બ્લૂને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે તેવું કહ્યું હતું. ટોમી જિનેસિસના આ વીડિયોમાં લોકોએ ઘણી ટિકા કરી હતી.


વીડિયોમાં ટોમી જિનેસિસએ બ્લુ રંગના કલરથી બોડીને રંગ્યું છે, અને સોનાના ઘરેણા પહેર્યા છે તેમજ માથે લાલ રંગનો ચાંદલો કર્યો છે. ઘણા લોકોએ તેના આ લુકની સરખામણી હિંદુ દેવી સાથે કરી હતી. રફ્તારે પણ આ વીડિયો પર નિરાશા વ્યક્ત કરીને તેની ટિકા કરી હતી.

રફ્તારે શું કહ્યું

રફ્તારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયોને લઈને પોતાની વાત મુકી હતી. તેણે કહ્યું કે આ વીડિયો આપતિજનક છે અને હું લોકોને આ યુટ્યૂબ પર રહેલા આ વીડિયોને રિપોર્ટ કરવાની અપીલ કરું છું. તેણે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં સાફ સાફ તેણે લખ્યું કે રિપોર્ટ કરો. રફ્તારે લખ્યું કે આ વીડિયોમાં ધર્મનો મજાક ઉડાડવામાં આ રહ્યો છે અને આવું ના થવું જોઈએ.

ટોમી જિનેસિસની આકરી ટીકા થઈ રહી છે

ટોમીના આ વીડિયો પર ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. વીડિયોમાં તે હિન્દુ દેવી જેવો પોશાક પહેરેલી જોવા મળે છે અને કેટલાક હાવભાવ કરે છે જેને લોકો ખોટા માની રહ્યા છે. આ વીડિયોમાં તે ક્રોસ સાથે વાંધાજનક રીતે વર્તે છે. આ વીડિયો 20 જૂને રિલીઝ થયો હતો અને ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

ટોમીનું સાચું નામ જિનેસિસ યાસ્મીન મોહનરાજ છે અને તેના મૂળ ભારતની છે. લોકો કહે છે કે તેણે સંસ્કૃતિનું અપમાન કર્યું છે અને સસ્તી પ્રસિદ્ધિ માટે ધર્મનો ઉપયોગ કર્યો છે.


  • Follow us on: