વાત જ્યારે પણ હિન્દી સિનેમાના સૌથી બેસ્ટ અભિનેતાઓ પર થાય છે ત્યારે રાજેશ ખન્નાનું નામ સૌથી પહેલા લેવામાં આવતા નામોમાં આવે છે. હિન્દી સિનેમાના ઇતિહાસમાં તેઓ એક સોનેરી સમય લખીને ગયા છે. હિન્દી સિનેમામાં તેમના પછી કેટલાય સુપરસ્ટાર આવ્યા, પરંતુ તેમના પહેલા કોઈ સુપરસ્ટાર નહોતું. આ દિગ્ગજને હિન્દી સિનેમા અને ઇન્ડિયન સિનેમાના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવ્યા હતા. 

રાજેશ ખન્નાએ આપી હતી સતત 17 હિટ ફિલ્મો

રાજેશ ખન્ના એકમાત્ર એવા એક્ટર છે જેમણે એક પછી એક સતત 17 હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 1969 થી લઈને વર્ષ 1971 સુધી એક પછી એક 17 હિટ આપીને રાજેશ ખન્ના સૌથી મોટા સ્ટાર બની ગયા હતા. આ પરાક્રમ ન તો તેમના પહેલા કોઈએ કર્યું હતું અને ન તો તેમના પછી કોઈ આવું કરી શક્યું. રાજેશ ખન્નાના આ રેકોર્ડની શરૂઆત વર્ષ 1969 ની ફિલ્મ આરાધનાથી થઈ હતી. આ પછી તેમણે દો રાસ્તે, બંધન, ડોલી, ઇત્તેફાક, ખામોશી, સફર, ધ ટ્રેન, કટી પતંગ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મહેબૂબ કી મેહંદી, આનંદ, મર્યાદા, હાથી મેરે સાથી, અંદાજ અને છોટી બહૂ જેવી સફળ ફિલ્મો પણ આપી હતી.

55 વર્ષથી અકબંધ છે કાકાનો આ મહારેકોર્ડ

1971 માં કાયમ થયેલો આ રેકોર્ડ આજે 2026 માં એટલે કે 55 વર્ષ પછી પણ કોઈ બીજો કલાકાર તોડી શક્યો નથી. જો કે કેટલાય એક્ટર્સે આને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આમાં રાજેશ ખન્નાના જમાઈ અને સુપરસ્ટાર અક્ષય કુમાર પણ સામેલ છે જે સતત 12 હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. જ્યારે સલમાન ખાને સતત 10 હિટ ફિલ્મો આપી છે. વરુણ ધવન અને શાહરુખ ખાન સતત 11-11 હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

2012 માં થયું હતું રાજેશ ખન્નાનું અવસાન

વર્ષ 1966 માં ફિલ્મ આખરી ખત થી ડેબ્યુ કરનારા રાજેશ ખન્નાને ફેન્સ પ્રેમથી કાકા કહીને બોલાવતા હતા. તેમના દોરમાં કહેવામાં આવતું હતું, ઉપર આકા નીચે કાકા. રાજેશ ખન્નાનું 18 જુલાઈ 2012 ના રોજ અવસાન થયું હતું. કાકા એ 69 વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને કરોડો ફેન્સની આંખો નમ કરી દીધી હતી.

આ પણ વાંચો-Varanasi : 'મુસ્કુરાયે તો નજાકત...' ડાયલોગ સાથે પ્રિયંકા ચોપરાનો 'મંદાકિની' ફર્સ્ટ લુક રિવીલ