સાઉથ સુપરસ્ટાર રજનીકાંતએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. એક્ટરની દુનિયા ભરામાં જોરદાર ફેન ફોલોઇંગ છે. રજનીકાંત 12 ડિસેમ્બરે આજે તેઓ તેમને 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે અમે તમને તેમના ધર્મ, જાતિથી લઈને રિયલ નામ વિશે જાણો. બહુ ઓછા લોકોને રજનીકાંતનું રિયલ નામ ખબર છે.


રજનીકાંતનો જન્મ બેંગ્લોરમાં થયો હતો

12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોરમાં રજનીકાંતનો જન્મ થયો હતો. રજનીકાંતના પિતા રમોજી રાવ ગાયકવાડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા અને તેમની માતા ગૃહિણી હતી. એક્ટરનો સંબંધ મરાઠા હિંદુ પરિવારમાંથી છે અને તેઓ હિંદુ ધર્મનું અનુસરણ કરે છે.

રજનીકાંતનું રિયલ નામ શું?

રજનીકાંતની જાતિની વાત કરીએ તો તેઓ ગાયકવાડ સમુદાયથી જોડાયેલા છે, જેને મહારાષ્ટ્રના કુનબી અથવા મરાઠા સમૂહો સાથે સંબંધિત માનવામાં આવે છે. બહુ ઓછા લોકોને સુપરસ્ટારનું અસલ નામ ખબર છે. રજનીકાંતનું રિયલ નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

170થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે રજનીકાંત

રજનીકાંતે 1975માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ અપુરા રાગંગલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. કે. બાલાચંદરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં તેમણે સપોર્ટિંગ રોલ કર્યો હતો. ત્યારબાદ 1978માં આવેલી ભૈરવી તેમની પ્રથમ ફિલ્મ હતી જેમાં તેઓ લીડ એક્ટર તરીકે જોવા મળ્યા હતા. રજનીકાંત 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. પોતાના કરિયરમાં તેમણે 170થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટારે તમિલ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

રજનીકાંતનો વર્કફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત છેલ્લે ફિલ્મ કુલી (2025)માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. હવે સુપરસ્ટાર જેલર 2માં દેખાશે, જે 12 જૂન 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. 

આ પણ વાંચો- ધુરંધરએ 7 દિવસમાં 7 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યા, વર્લ્ડવાઈડ કલેક્શન ધમાકેદાર 

  • Follow us on: