સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર 2 સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. 4 દિવસમાં જ આ ફિલ્મે 400 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી બતાવ્યું છે. ફિલ્મે એક્સટેન્ડેડ વીકેન્ડ અને દશેરાના તહેવારોની સીઝનનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને આશા છે કે દશેરા સુધી તેની આવી જ કમાણી ચાલુ રહેશે. જો ફિલ્મ પોતાની આ રફતાર આગળ પણ જાળવી રાખશે તો તેના માટે 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કરવું ખૂબ સરળ બની જશે. હાલ તો ફિલ્મની ચારેય તરફ બોલબાલા છે.

રામાયણની રિલીઝ પહેલાં મોટી કમાણીનો મોકો

વર્ષ 2026 ની સૌથી મોટી ફિલ્મ રામાયણ 2 અઠવાડિયામાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યાં સુધી આ ફિલ્મ પાસે સારું કલેક્શન કરવાનો પૂરો મોકો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ પાસેથી આવનારા સમયમાં રેકોર્ડબ્રેક કમાણીની આશા રાખવામાં આવી રહી છે. 

જેલર 2 ફિલ્મે કેટલા રૂપિયા કમાયા?

રજનીકાંતની જેલર 2 ફિલ્મે રિલીઝના 4 દિવસમાં તોફાની કમાણી કરી બતાવી છે. ફિલ્મે રિલીઝના ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કર્યું અને 59.70 કરોડ કમાયા. બીજા દિવસે આ ફિલ્મે 37.10 કરોડની કમાણી કરી. ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન 47.25 કરોડ રૂપિયા રહ્યું. ચોથા દિવસે ફિલ્મે 55.85 કરોડ કમાયા અને તેના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો. હવે ફિલ્મનું 4 દિવસનું કુલ નેટ કલેક્શન 199.90 કરોડ થઈ ગયું છે. સેકનિલ્કના રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 234.25 કરોડ રૂપિયા રહ્યું છે. ફિલ્મે વિદેશમાંથી 190 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મનું 4 દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન 424.25 કરોડ રૂપિયા થઈ ગયું છે જે અસાધારણ છે.

4 દિવસમાં જ 2026 ની ટોપ 5 ફિલ્મોમાં બની જેલર 2

જેલર 2 ફિલ્મનો દબદબો દુનિયાભરના બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યો છે. ફિલ્મે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે 4 દિવસમાં 400 કરોડ પાર કરી લીધા છે અને 2026 ની મોટી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કલેક્શનના મામલે આ ફિલ્મે ટોક્સિક, જન નેતા, પેડ્ડી, મિર્ઝાપુર અને બેથલેહમ કુડુંબા યુનિટ જેવી ફિલ્મોને પાછળ રાખી દીધી છે. આ સાથે ફિલ્મે 2026 ની ટોપ 5 ફિલ્મોમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

આ ફિલ્મોથી પાછળ છે જેલર 2

4 દિવસમાં જ આ ફિલ્મે 2026 ની સેંકડો ફિલ્મોને પાછળ છોડી દીધી છે. હવે આ ફિલ્મથી આગળ માત્ર 4 ફિલ્મો જ છે, જેમાંથી કેટલીક ફિલ્મોનો રેકોર્ડ તો તે બહુ જલ્દી તોડી નાખશે. ફિલ્મથી આગળ હવે 449 કરોડ કમાનારી હનુમાન અંશ, 450 કરોડ કમાનારી સની દેઓલની બોર્ડર 2, 520 કરોડ કમાનારી દ્રશ્યમ 3 અને 1778 કરોડ કમાનારી ધુરંધર 2 ના નામ સામેલ છે.

આ પણ વાંચો-Tollywood : વિજય દેવરકોંડાની રાણાબાલીનો ધમાકો, જેલર 2 સામે બે દિવસમાં કમાયા 26 કરોડ!