ફેમસ અભિનેતા રાજપાલ યાદવ એક વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં ફસાયા છે, જેમાં તેમના પર ₹9 કરોડ જેટલું દેવું છે. હાલમાં કોર્ટ તેમની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલના વકીલને ₹1.5 કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપી દીધો છે. કોર્ટના આદેશ પ્રમાણે, જો આ સમયસર ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તો રાજપાલને મુક્ત કરવામાં આવશે, નહીં તો કેસની સુનાવણી આવતીકાલે, 17 ફેબ્રુઆરીએ થશે. રાજપાલ યાદવ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે 19 ફેબ્રુઆરીને જામીનની અરજી કરી છે.
રાજપાલને ઠપકો આપવામાં આવ્યો હતો
દિલ્હી હાઈકોર્ટની છેલ્લી સુનાવણી દરમિયાન રાજપાલને જેલના કેસમાં ઠપકો મળ્યો હતો. કોર્ટે જણાવ્યું કે તેઓ ઘણી વખત સમય માંગ્યા છતાં લોન ચૂકવી શક્યા નથી. રાજપાલના વકીલ દ્વારા કરેલી દલીલો કોર્ટે પાયાવિહોણી ગણાવી હતી. રાજપાલે પોતાની સજા રદ કરવા માગણી કરી, પરંતુ કોર્ટે કહ્યું કે લોન સ્વીકાર્યા બાદ તેને માફ કેમ કરવામાં આવશે? તેમને ચુકવવા માટે અનેક તક આપવામાં આવી, છતાં ચુકવવામાં નિષ્ફળ રહ્યા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશના કારણે જેલમાં નથી, પરંતુ પોતાના કાર્યફલને કારણે છે. રાજપાલના વકીલના જણાવ્યા મુજબ, તેમને પહેલેથી ₹3 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે અને હજુ ₹2.10 કરોડ જમા કરાવવાની બાકી છે.
5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા રાજપાલ યાદવએ
રાજપાલ યાદવનો આ વિવાદ 2012ની ફિલ્મ આતા પતા લાપતા સાથે શરૂ થયું હતું. આ તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી, જેને બનાવવા માટે તેમણે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા. ફિલ્મ નિષ્ફળ રહી ગઈ અને નુકસાન થયું. ફર્મે તેમના પૈસા પાછા માગ્યા, જેને તેઓ ચુકવી શક્યા નહીં.
આ સમગ્ર મામલો શું?
આ મામલાની કાનૂની કાર્યવાહી 2018 માં શરૂ થઈ, જેમાં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કર્યો. વ્યાજ સહિત કુલ રકમ વધીને ₹9 કરોડ થઈ ગઈ. રાજપાલને આ કેસમાં બે વાર જેલની સજા પણ ભોગવવી પડી છે. અનેક પ્રયાસો છતાં લોન ચૂકવી ન શકાયતા, તેમને કાયદેસર શરણાગતિ સ્વીકારી લેવી પડી.
રાજપાલ યાદવને સેલિબ્રિટીઝ તરફથી ટેકો મળ્યો
આ મુશ્કેલ સમયમાં ઘણા સેલિબ્રિટી કલાકારો રાજપાલની મદદ માટે આગળ આવ્યા. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઈન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કે.આર.કે., મીકા સિંહ સહિતના કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝે (FWICE) લોકોને રાજપાલને ટેકો આપવા અપીલ કરી છે. રાજપાલની પત્નીએ સેલિબ્રિટીઓ તરફથી મળી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો- Shahid Kapoorના રોમિયોને લાગ્યો રવિવારનો ઝટકો, ભારત-પાક મેચની અસર? કમાણીમાં આવ્યો મસમોટો ઘટાડો!