થોડા દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના ઠેકાણાઓ પર આઈટી રેડના સમાચારો આવ્યા હતા. હવે રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઇન્કમ ટેક્સ રેડ સાથે તેને કોઈ સંબંધ નથી. તેના પર કોઈ પણ પ્રકારની રેડ પડી નથી. તેણે રેડના સમાચારોને અફવા ગણાવી અને નારાજગી વ્યક્ત કરી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોતાની ઓફિશિયલ નોટમાં રકુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સર્ચ ઓપરેશન સાથે તેને દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી.

20 વર્ષની ઉંમરથી ભરી રહી છું ટેક્સ

રકુલ પ્રીત સિંહે પોતાના નિવેદનમાં લખ્યું કે, આ સર્ચ ઓપરેશન મારી સાથે જરાય જોડાયેલું નહોતું. બધાને ખબર હોવી જોઈએ કે હું આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને આ ઈન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર નથી રહ્યો. મેં માત્ર અને માત્ર સખત મહેનતના દમ પર મારી ઓળખ બનાવી છે. એક જવાબદાર અને કાયદાનું પાલન કરતી નાગરિક હોવાના નાતે, હું 20 વર્ષની ઉંમરથી મારો પૂરો ટેક્સ ભરતી આવી છું.
https://www.instagram.com/p/DeGdfNeKvhl/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

મારી પાસે કોઈ બેનામી સંપત્તિ નથી

છેલ્લા કેટલાક દિવસોથી આવેલા તમામ રિપોર્ટ્સને નકારતાં રકુલે કહ્યું કે, હું અંગત રીતે કે કોઈ પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર વિદેશી લેવડદેવડમાં સામેલ નથી. હું એ પણ સ્પષ્ટ કરી દઉં કે દેશ કે વિદેશમાં ક્યાંય પણ મારી પાસે કોઈની કોઈ બેનામી સંપત્તિ નથી. ન તો મને ક્યારેય કોઈએ કોઈ પ્રોપર્ટી ગિફ્ટ કરી છે અને ન તો હું મારા સિદ્ધાંતો વિરુદ્ધ આવી મોંઘી ગિફ્ટ્સ સ્વીકારું છું.
Rakul Preet Singh (1)

રકુલનું વર્કફ્રન્ટ

રકુલ પ્રીત સિંહ છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ પતિ પત્ની ઔર વો 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વામિકા ગબ્બી પણ હતી. આ પહેલાં તે ગયા વર્ષે અજય દેવગન સાથે દે દે પ્યાર દે 2માં જોવા મળી હતી. આવનારા દિવસોમાં તે રણબીર કપૂરની ‘રામાયણ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રાવણની બહેન શૂર્પણખાનો રોલ કરી રહી છે.

આ પણ વાંચો-Bollywood Buzz : મલાઈકા-અર્જુનનું થઈ ગયું પેચઅપ? બ્રેકઅપના બે વર્ષ પછી ફરી દેખાયા સાથે, Video Viral