ગ્લોબલ સ્ટાર રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ "પેડ્ડી" બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર પાંચ દિવસમાં જ 250 કરોડની કમાણીની નજીક પહોંચી ગઈ છે અને ખૂબ જ ટૂંક સમયમાં 300 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. જો કે, એકતરફ આ ફિલ્મ તેલુગુ રાજ્યોમાં રેકોર્ડતોડ કમાણી કરી રહી છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિન્દી દર્શકોને આકર્ષવામાં ફિલ્મ થોડી પાછળ રહી ગઈ છે. હવે હિન્દી બેલ્ટમાં કમાણી વધારવા માટે નિર્માતાઓએ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
પેડ્ડી ફિલ્મ 5 દિવસમાં ભારતમાં કરોડની કમાણી કરી થઈ સુપરહિટ
'પેડ્ડી' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કુલ ૧૬૯.૭૦ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કરી લીધું છે. પહેલા દિવસથી જ આ ફિલ્મને સાઉથમાં અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. પરંતુ, હિન્દી વર્ઝનની વાત કરીએ તો પાંચમા દિવસે ફિલ્મે માત્ર ૧.૪૦ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. ઉત્તર ભારતમાં ભારે પ્રમોશન અને મુંબઈમાં ભવ્ય ટ્રેલર લોન્ચ કરવા છતાં હિન્દી દર્શકો તરફથી ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી.
હિન્દી દર્શકો માટે પેડ્ડીના મેકર્સનો નવો દાવ
હિન્દી પટ્ટામાં ફિલ્મ સુપરહિટ કરવા અને કલેક્શનમાં વધારો કરવા માટે વિતરકો અને નિર્માતાઓએ એક નવો દાવ ખેલ્યો છે. અહેવાલો અનુસાર, હિન્દીના દર્શકોને આકર્ષવા ઉત્તર ભારતના થિયેટરો અને સ્ક્રીન્સ પર 'પેડ્ડી' ફિલ્મના હિન્દી વર્ઝનની ટિકિટની કિંમત ઘટાડીને માત્ર ₹૧૯૯ કરી દેવામાં આવી છે. જો કે, મેકર્સે હજુ સુધી આ અંગેનું સત્તાવાર પોસ્ટર જાહેર કર્યું નથી, પરંતુ આ નિર્ણયથી મંગળવારના બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટો ઉછાળો આવવાની આશા છે.
શું આ વ્યૂહરચના કામ કરશે?
સામાન્ય રીતે ફિલ્મોની કમાણી ઘટતી જોઈને નિર્માતાઓ અવારનવાર આવા નિર્ણયો લેતા હોય છે. ઘણી મોટી ફિલ્મો માટે આવી ઓફર્સ શરૂ કરવામાં આવે છે, પરંતુ અખિલ ભારતીય (Pan-India) સ્તરની આટલી મોટી ફિલ્મ માટે આટલો વહેલો નિર્ણય લેવો એ એક સાહસિક પગલું છે. હિન્દી માર્કેટમાંથી મોટી કમાણી થવાથી ફિલ્મનું બજેટ સરળતાથી રિકવર થઈ જતું હોય છે, તેથી મેકર્સ કોઈપણ ભોગે હિન્દી દર્શકોને થિયેટર સુધી લાવવા માંગે છે.
રામ ચરણનો આગામી પ્રોજેક્ટ
રામ ચરણની પેડ્ડી ફિલ્મ હિન્દી પટ્ટામાં કમાણીમાં ધારી સફળતા મેળવી નથી. પરંતુ ઓવરઓલ કલેક્શનના આધારે રામ ચરણની આ ફિલ્મ હિટ લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. આ ફિલ્મ બાદ રામ ચરણ પ્રખ્યાત ડાયરેક્ટર સુકુમાર (પુષ્પા ફેમ) સાથે કામ કરવા જઈ રહ્યા છે, જેની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે.
આ પણ વાંચો : Arjun Rampalની જિંદગી બદલી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ,21 વર્ષના લગ્નજીવન વીશે કરી વાત