નિતેશ તિવારીની " રામાયણ : ધ ઇન્ટ્રોડક્શન" વર્ષ 2026 ની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મે બહુ ચર્ચા જગાવી છે અને લોકો જોવા માટે ઉત્સુક છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફિલ્મનો પહેલો લુક અથવા ટીઝર રામ નવમી પર રિલીઝ થશે. જોકે, કોઈ પુષ્ટિ ન મળતાં ચાહકો થોડા નિરાશ થયા હતા. પરંતુ હવે, રામાયણના નિર્માતા નમિત મલ્હોત્રાએ રામ નવમી પર રામાયણ ફિલ્મને લઈને એક મોટી અપડેટ રજૂ કરી છે. નમિત મલ્હોત્રાએ શુક્રવારે રામ નવમીના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમણે ખુલાસો કર્યો કે રામાયણનો પહેલો લુક 2 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર રિલીઝ થશે.


રામાયણ ફિલ્મનો હનુમાન જયંતિએ એ ફિલ્મનો ફર્સ્ટ લુક

નમિતે રામાયણ ફિલ્મને લઈને લખ્યું, "આ એક એવી વાર્તા છે જે આપણા બધા સાથે જોડાય છે. અને અમે આપણી રામાયણને તેની સાચી ભાવના અને સ્કેલમાં, નિખાલસતાથી પડદા પર લાવવા માટે ઊંડી જવાબદારી, શ્રદ્ધા અને કાળજી સાથે દરેક પગલું ભર્યું છે." અમે 2 એપ્રિલ, હનુમાન જયંતિના રોજ અમારી ફિલ્મ 'રામ'નો આગામી લુક શેર કરવા માટે ઉત્સાહિત છીએ. અમે એક ભવ્ય લોન્ચ સાથે વિશ્વભરના ચાહકો સમક્ષ અમારી વર્ષોની મહેનતનું પરિણામ રજૂ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારા પ્રેમ, વિશ્વાસ અને ધીરજ બદલ આભાર.

બોલીવુડની બિગ બજેટ ફિલ્મ 'રામાયણ'

રામાયણનો પહેલો ભાગ 2026ની દિવાળી પર અને બીજો ભાગ 2027માં રિલીઝ થવાનો છે. નમિતે ખુલાસો કર્યો છે કે આ પ્રોજેક્ટ આશરે ₹૪,૦૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ ભવ્ય બજેટ રામાયણને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા પ્રોજેક્ટ્સમાંનો એક બનાવે છે. "રામાયણ: ધ ઇન્ટ્રોડક્શન" માં રણબીર ઉપરાંત સાઈ પલ્લવી અને યશ સહિતના સ્ટાર મુખ્ય ભુમિકામાં છે. નિર્માતાઓએ પહેલાથી જ ત્રણ મિનિટનું એક અદભુત ટીઝર રિલીઝ કરી દીધું છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે, લોકો વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો : Bollywood Actor : રણવીર સિંહ કે રણબીર કપૂર...કોણ છે બેસ્ટ? ધુરંધર 2 બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ!

  • Follow us on: