રણબીર કપૂરની રામાયણ દિવાળીના બરાબર પહેલા 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને તહેવારોની રજાઓનો ભરપૂર ફાયદો મળ્યો અને તેણે પોતાના શરૂઆતના અઠવાડિયામાં ધૂમ કમાણી કરી, ત્યારબાદ બીજા અઠવાડિયામાં તેની કમાણીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. તેમ છતાં તેણે દમદાર કમાણી કરી.

18 દિવસમાં 1693 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન

ત્રીજા વીકેન્ડમાં પણ આ ફિલ્મ પર નોટોનો વરસાદ થયો. આની સાથે જ આ ફિલ્મે વર્લ્ડવાઈડ રિલીઝના 18 દિવસમાં 1693 કરોડથી વધુની કમાણી કરી નાખી. પરંતુ નવાઈની વાત એ છે કે છપ્પરફાડ કમાણી બાદ પણ રામાયણને હિટનો ટેગ મળી શક્યો નથી.

Ramayana 5th Biggest Film in India (1)

રામાયણનો બોક્સ ઓફિસ રિપોર્ટ

  • રામાયણ ફિલ્મે રિલીઝના 18મા દિવસે ભારતમાં સૈકનિલ્કના આંકડા મુજબ 35.60 કરોડની કમાણી કરી.
  • આની સાથે જ આ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન 942.75 કરોડ થઈ ગયું અને તેની ગ્રોસ કમાણી 1126.50 કરોડ રૂપિયા રહી.
  • જ્યારે વિદેશોમાં, ફિલ્મે કુલ 567 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેનાથી તેનું દુનિયાભરમાં કુલ ગ્રોસ કલેક્શન 1693.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

Ramayana Movie, Dhurandhar (2)

1600 કરોડથી વધુ કમાયા બાદ પણ કેમ ન થઈ શકી હિટ?

મેકર્સ મુજબ રામાયણ પાર્ટ 1નું બજેટ 2000 કરોડ રૂપિયા છે. જ્યારે તેના બીજા પાર્ટને ભેગો કરીને તેનું બજેટ 4000 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. એવામાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સામે પોતાની કિંમત વસૂલવાની સાથે જ નફો કમાવવાનો પણ મોટો પડકાર છે. થિયેટરમાં ફિલ્મનો ખર્ચ વસૂલવા માટે સામાન્ય રીતે બજેટ કરતા લગભગ બમણી કે તેનાથી વધુ કમાણીની જરૂર હોય છે, અને ફિલ્મ નિર્માતાઓને ટિકિટના કુલ વેચાણનો માત્ર એક હિસ્સો જ મળે છે.

Ramayana 22 Recordds

  • ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલનું માનીએ તો રામાયણ પાર્ટ 1ને હિટનો ટેગ મેળવવા માટે 2800 કરોડ કમાવા પડશે.
  • અથવા તો તેના હિન્દી વર્ઝનને 1100 કરોડ કમાવા પડશે.
  • એટલે કે 1693.50 કરોડ જેવી જંગી રકમ કમાયા બાદ પણ ફિલ્મ હિટની કેટેગરીમાં પહોંચી શકી નથી.

મોટું બજેટ બન્યું પડકાર

ઓછા બજેટમાં બનેલી ફિલ્મો જો 400-500 કરોડ કમાઈ લે છે તો તેઓ મોટો નફો પણ કમાઈ લે છે. પરંતુ રામાયણ માટે તેનું મોટું બજેટ જ મોટો પડકાર બની ગયું છે. અહીં આ ફિલ્મે 1600 કરોડથી વધુ કમાયા બાદ પણ મેકર્સને પ્રોફિટ થયો નથી.

Ramayana Advance Booking (3)

રામાયણને પોપ્યુલારિટીનો મળી શકે છે ફાયદો

આ બધાની વચ્ચે રામાયણ ભલે સિનેમાઘરોમાં ત્રીજા અઠવાડિયામાં પહોંચી ચૂકી છે પરંતુ તેની રફતાર યથાવત છે અને તે દરરોજ મોટી કમાણી કરી રહી છે. એવામાં આશા છે કે આ એપિક ફિલ્મ હજુ પણ શાનદાર કમાણી કરશે.

આ પણ વાંચો-Dhurandhar Movie : ધુરંધરથી પણ મોટી હિટ હતી આ ફિલ્મ! રાકેશ બેદીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!