બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક નિતેશ તિવારીના ડ્રીમ પ્રોજેક્ટ 'રામાયણ'નું ટ્રેલર હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. આ ફિલ્મ જ્યારે થોડા મહિના પહેલા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. દર્શકોનું માનવું હતું કે ટીઝરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો ખૂબ જ આર્ટિફિશિયલ લાગે છે અને ખાસ કરીને રાક્ષસોનું પાત્રાંકન વધુ પડતું નાટકીય તેમજ એઆઈ-જનરેટેડ (AI-Generated) જેવું દેખાય છે. જો કે, દર્શકોની આ નકારાત્મક પ્રતિક્રિયાઓ અને ભારે ટીકાઓમાંથી યોગ્ય બોધપાઠ લઈને નિર્માતાઓએ સકારાત્મક પગલું ભર્યું છે અને ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) પર ફરીથી ગંભીરતાથી કામ કર્યું છે.
ટ્રેલરમાં શું બદલાવ આવ્યો છે?
ટીઝરના ભારે ટ્રોલિંગથી શીખીને નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કરતા પહેલા તેમાં મોટા પાયે સુધારા કર્યા છે. વીડિયોમાં વીજીએક્સ (VFX) અને એનિમેશનનું કામ ફરીથી પૂરું કરવામાં આવ્યું છે, જેમાં ભારે ભરકમ એનિમેશનનો અતિરેક ટાળવામાં આવ્યો છે. ટીઝરમાં જે રાક્ષસ સંપૂર્ણપણે કાર્ટૂનિશ અને બનાવટી દેખાતો હતો, તે હવે ટ્રેલરમાં વધુ વાસ્તવિક અને ઓછો નાટકીય લાગી રહ્યો છે. આ ઉપરાંત, વિઝ્યુઅલ દ્રશ્યોમાં ઉપયોગમાં લેવાયેલા પીળા રંગના ઓવર-ગ્રેડિંગને પણ ઘટાડી દેવામાં આવ્યું છે, જેથી સિનેમાટિક લુક વધુ કુદરતી અને પ્રભાવશાળી દેખાય.
https://twitter.com/BryanBergX/status/2082615405336801408
