'રામાયણ'નો બોક્સ ઓફિસ પર જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ એક પછી એક મોટા રેકોર્ડ્સ તોડી રહી છે. તેની આગળ મોટી-મોટી ફિલ્મો પણ ફિક્કી પડતી દેખાઈ રહી છે. નિતેશ તિવારીની રામાયણ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. દિવાળીના તહેવારનો ફિલ્મને પૂરો ફાયદો મળી રહ્યો છે અને મજબૂત વર્ડ ઓફ માઉથની સીધી અસર તેની કમાણી પર જોવા મળે છે.

શનિવારે તોડ્યા કમાણીના રેકોર્ડ્સ

શનિવારે આ ફિલ્મે ભારતની સાથે વિશ્વભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે પહેલા દિવસ કરતાં પણ વધુ કલેક્શન નોંધાવ્યું હતું. નોર્થ અમેરિકામાં પણ રામાયણનો ભારે ક્રેઝ છે. તેણે દ્રશ્યમ 3નો રેકોર્ડ તોડી નાખ્યો છે અને 2026ની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 

Drishyam 3 Box Office Collection (1)

રામાયણનું નોર્થ અમેરિકામાં બોક્સ ઓફિસ કલેક્શન

કોઈમોઈ અનુસાર, રામાયણ ફિલ્મે નોર્થ અમેરિકામાં બમ્પર કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 1.49 મિલિયન ડોલર અને બીજા દિવસે 2.365 મિલિયન ડોલરની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મે 3.4 મિલિયન ડોલરથી વધુનું કલેક્શન કર્યું, જે બાદ નોર્થ અમેરિકામાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 9.155 મિલિયન ડોલર પર પહોંચી ગયું છે, જે ભારતીય ચલણમાં 85.98 કરોડ રૂપિયા જેટલું થાય છે.

image (8)

નોર્થ અમેરિકામાં 2026ની બીજી હાઈએસ્ટ ગ્રોસર બની રામાયણ

રામાયણ ફિલ્મે નોર્થ અમેરિકામાં 2026નો મોટો રેકોર્ડ બનાવી દીધો છે. તેણે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 (6.72 મિલિયન ડોલર)નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે તે નોર્થ અમેરિકામાં વર્ષ 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 

Ramayana Movie Craze (1)

નોર્થ અમેરિકામાં બોલીવુડની ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોનું લિસ્ટ:

  1. ધુરંધર 2 – 28.64 મિલિયન ડોલર
  2. રામાયણ – 9.155 મિલિયન ડોલર
  3. દ્રશ્યમ 3 – 6.72 મિલિયન ડોલર
  4. બોર્ડર 2 – 3.5 મિલિયન ડોલર
  5. મિર્ઝાપુર ધ મૂવી – 3.39 મિલિયન ડોલર
  6. હનુમાન અંશ – 2.795 મિલિયન ડોલર
  7. ભૂત બંગલા – 2.3 મિલિયન ડોલર
  8. મૈં વાપસ આઉંગા – 1.48 મિલિયન ડોલર
  9. કોકટેલ 2 – 1.45 મિલિયન ડોલર
  10. વેલકમ ટુ ધ જંગલ – 1.25 મિલિયન ડોલર

રામાયણ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી છે અને નમિત મલ્હોત્રાએ તેને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે અરુણ ગોવિલ, લારા દત્તા, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, સોનલ ઝા અને વિવેક ઓબેરોય સહિતના કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળે છે.

આ પણ વાંચો-Worldwide Collection : રામાયણનો બોક્સ ઓફિસ પર ધમાકો! માત્ર 4 દિવસમાં 500 કરોડ પાર!