બોલીવુડ એક્ટર રણબીર કપૂરનો ખૂબ મોટો ફેન વર્ગ છે. અભિનય જગતમાં તેમના પરિવારનો મજબૂત વારસો છે, અને તેઓ આ વારસાને સંપૂર્ણ જવાબદારી સાથે આગળ ધપાવી રહ્યા છે. હવે, તેઓ 4000 કરોડ રૂપિયાના બજેટથી બનેલી ફિલ્મ રામાયણમાં મુખ્ય અભિનેતા છે અને ભગવાન રામની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફેન્સ આ ભૂમિકામાં અભિનેતાને જોવા માટે ઉત્સુક છે. પરંતુ ફેન્સે જાણવા માટે પણ ઉત્સુક છે કે તેઓ અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર ક્યારે આવશે.
આલિયા ભટ્ટે આ વાતની કરી પુષ્ટિ
દુબઈમાં એક ઈવેન્ટ દરમિયાન, રણબીર કપૂરે ખુલાસો કર્યો કે તે સોશિયલ મીડિયા પર છે. આલિયા ભટ્ટે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે ઇચ્છે તો પણ રણબીર કપૂરને તે એકાઉન્ટને ફોલો કરી શકતી નથી. આ પાછળનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રણબીર કપૂરે શું ખુલાસો કર્યો?
રણબીર કપૂરને ઘણી વાર પૂછવામાં આવ્યું છે કે તે ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેમ નથી. દુબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેને ફરીથી આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો. પરંતુ આ વખતે અભિનેતાએ સત્યનો ખુલાસો કર્યો. તેણે ખુલાસો કર્યો કે તે ઇન્સ્ટાગ્રામ પર છે અને પ્ર્રાઈવેટ રીતે ફિન્સ્ટા નામનું એક એકાઉન્ટ ચલાવે છે. અભિનેતાએ કહ્યું, દુનિયાભરમાં ઘણા અદ્ભુત લોકો અદ્ભુત કામ કરી રહ્યા છે. હું તેમને જોઉં છું અને ફોલો કરું છું. કારણ કે હું એક અભિનેતા છું, હું મારા ફેન્સ સાથે વાતચીત કરું છું, અને મારા માટે દુનિયાને બતાવવા માટે આટલું પૂરતું છે.
આલિયા રણબીરને કેમ ફોલો નથી કરી શકતી?
પછી આલિયાએ કહ્યું કે રણબીરના ફિન્સ્ટા એકાઉન્ટમાં ફક્ત બે રીલ્સ છે, જે બંનેમાં તે તેની પુત્રી રાહા સાથે રમતા બતાવે છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે રણબીરના કોઈ ફોલોઅર્સ નથી. આલિયાના મતે, રણબીર તેને ફોલો કરવાની મંજૂરી આપતો નથી. તે માને છે કે જો આલિયા તેને ફોલો કરે, તો બધાને ખબર પડશે કે તે અભિનેતાનું એકાઉન્ટ છે, અને રણબીર એવું ઇચ્છતો નથી.