ફિલ્મોમાં કરોડોની કમાણી કરતા બોલીવુડ સ્ટાર્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ તગડી ફી વસૂલતા હોય છે. બોલીવુડ અભિનેતા રણવીર સિંહની એક જાહેરાત માટેની ફી 4 થી 7 કરોડ રૂપિયા સુધીની રહી છે, પરંતુ એક ખાસ બ્રાન્ડ માટે તેમણે સીધા 20 કરોડ રૂપિયા સુધી ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે.
રણવીર સિંહ બન્યા BMW ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર
રણવીર સિંહ હાલના સમયના સૌથી ચર્ચિત બોલિવૂડ કલાકારોમાંથી એક છે. 'ધુરંધર' અને ત્યારબાદ 'ધુરંધર 2'ની જબરદસ્ત સફળતા બાદ તેમની લોકપ્રિયતામાં પણ મોટો વધારો થયો છે. હવે BMW ઇન્ડિયાએ તેમની સાથે મોટો કરાર કર્યો છે. રણવીરે તાજેતરમાં એક ભવ્ય કાર્યક્રમમાં નવી BMW 7 સિરીઝની રેન્જ લોન્ચ કરી હતી.
એક જાહેરાતથી કેટલું કમાય છે રણવીર સિંહ?
હવે વાત કરીએ કે રણવીર સિંહ એક જાહેરાત માટે કેટલા કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. 'ધુરંધર' ફિલ્મ પહેલાં રણવીર સિંહ એક જાહેરાત માટે 4 થી 7 કરોડ રૂપિયા સુધીની ફી લેતા હતા. એક અહેવાલ પ્રમાણે, થોડા અઠવાડિયા પહેલાં એક પ્રીમિયમ આઇરિશ વ્હિસ્કી બ્રાન્ડની જાહેરાત માટે રણવીરે 20 કરોડ રૂપિયા સુધીની ફી લીધી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર બ્રાન્ડ પ્રમોશન અથવા એક પોસ્ટ માટે તેઓ 1.5 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.
આ બ્રાન્ડ્સની જાહેરાત પણ કરે છે રણવીર સિંહ
રણવીર સિંહ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પહેલેથી જ Skoda Auto India અને Maruti Suzuki NEXAના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત તેઓ Pepsi, Bingo, Manyavar, boAt, Jhamtani અને Bold Care જેવા બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલા છે. તેઓ Xiaomi India, Nerolac Paints અને Kotak Mahindra Bank સાથે પણ કામ કરે છે.
રણવીર સિંહનું વર્કફ્રન્ટ
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ 'ધુરંધર' બાદ 'ધુરંધર 2'માં જોવા મળ્યા હતા. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી હતી. બંને ફિલ્મોએ મળીને દુનિયાભરમાં 3100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે રણવીર સિંહ 'પ્રલય' નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરી રહ્યા છે. ફિલ્મમાં સાઉથની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ જોવા મળશે.