તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં રણવીર સિંહ સ્ટેજ પર શો હોસ્ટ કરી રહ્યા હતા. તે સમયે તેમણે કાંતારા ફિલ્મને લઇને સામે બેસેલા રીષભ શેટ્ટીને મજાકિયા અંદાજમાં ફિલ્મમાં બતાવેલા ભગવાનને લઇને કહેવા લાગ્યા કે, ઋષભ, મેં (કાંતારા) થિયેટરમાં જોયું હતું. તમે ખૂબ જ શાનદાર પ્રદર્શન આપ્યું. ખાસ કરીને જ્યારે સ્ત્રી ભૂત તમારા શરીરમાં આવે છે. તે પ્રદર્શન, તે એક શોટ, એકદમ અદ્ભુત હતો.
સ્ટેજ પર કરી હતી નકલ
રણવીર સિંહ વખાણ કર્યા બાદ ફરીથી સ્ટેજ પર આજ રીતે તેમની નકલ કરવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો, જેના કારણે જોરદાર હોબાળો મચી ગયો, અને હવે રણવીર સિંહને માફી માંગવાની ફરજ પડી છે.રણવીર સિંહે કરેલા તેના આવા બિહેવિયરને લઇને માફી માંગી છે.
મજાક કરવા બદલ માફી માગી
કાંતારામાં બતાવવામાં આવેલા દેવી વિવાદ મામલે રણવીર સિંહે માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ ફક્ત ઋષભ શેટ્ટીના અભિનયને ઉજાગર કરવાનો હતો. તેમણે કહ્યું છે કે જો તેમણે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેઓ માફી માંગે છે.
રણવીર પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લાગ્યો
ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સ્ટેજ પરથી 'કાંતારા ચેપ્ટર 1' ના અભિનેતા ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કર્યા બાદ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે માફી માંગી છે.આ દરમિયાન, તેણે ફિલ્મમાં બતાવેલ દેવીને સ્ત્રી ભૂત તરીકે વર્ણવી હતી અને રમુજી રીતે ઋષભ શેટ્ટીના અભિનયની નકલ પણ કરી હતી. આનાથી વિવાદ થયો, રણવીર પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ રણવીરે પોતે આ બાબતમાં સ્પષ્ટતા કરી છે અને માફી માંગી છે.
રણવીરે દિલથી દરેકની માગી માફી
રણવીર સિંહે માફી માગતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે મારો હેતુ ફક્ત ફિલ્મમાં ઋષભના શાનદાર કામને હાઇલાઇટ કરવાનો હતો. હું જાણું છું કે તે દ્રશ્ય ભજવવું કેટલું મુશ્કેલ છે, અને તેમણે જે રીતે તે ભજવ્યું તેના માટે મને ખૂબ જ આદર છે. મેં હંમેશા મારા દેશની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને માન્યતાઓનું સન્માન કર્યું છે. જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલથી માફી માંગુ છું.
આ પણ વાંચોઃ મારી પત્નીને પ્રેમ કરું છુ એમ કહીને ગૌરવ ખન્ના થયો ઇમોશનલ.. જાણો મીડિયાએ એવો તો શું કરી દીધો સવાલ