બોલિવૂડના લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દશેરાના ખાસ દિવસે પોતાની બીજી દીકરીના નામની જાહેરાત કરી છે. કપલે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને ચાહકોને પોતાની નાની દીકરીનું નામ જણાવ્યું છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2024માં પહેલી દીકરી દુઆનું સ્વાગત કર્યું હતું. થોડા દિવસ પહેલાં જ બંને બીજી વખત માતા-પિતા બન્યાં હતાં. આ વખતે પણ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. હવે આ કપલે પોતાની નવજાત દીકરીના નામનો ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર બંને દીકરીઓ સાથેની એક સુંદર તસવીર શેર કરી છે.

https://www.instagram.com/p/DetxKb1sKKD/?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==

રણવીર-દીપિકાએ જાહેર કર્યું દીકરીનું નામ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને પોતાની બીજી દીકરીના નામની જાહેરાત કરી હતી. તસવીર સાથે તેમણે લખ્યું, ‘દેવી પાદુકોણ સિંહ’.

તસવીરમાં ચારેય એકસરખા રંગનાં કપડાં પહેરીને જોવા મળે છે. દીપિકાએ નાની દીકરીને પોતાના હાથમાં પકડી છે, જ્યારે રણવીરે મોટી દીકરી દુઆને તેડી છે. તસવીરમાં દુઆ પોતાની નાની બહેન દેવીને પ્રેમથી ચુંબન કરતી જોવા મળે છે.

એક મહિના પહેલાં થયો હતો દેવીનો જન્મ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કેટલાંક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. લગ્નનાં 6 વર્ષ બાદ બંનેએ પહેલી દીકરી દુઆનું સ્વાગત કર્યું હતું.

દુઆના જન્મના આશરે 2 વર્ષ બાદ દીપિકાએ 19 સપ્ટેમ્બર, 2026ના રોજ બીજી દીકરી દેવીને જન્મ આપ્યો હતો. હવે જન્મના લગભગ એક મહિના બાદ કપલે પોતાની નાની દીકરીના નામની જાહેરાત કરી છે.