આદિત્ય ધારની ફિલ્મ "ધુરંધર" ની બીજી ફિલ્મ આજે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. "ધુરંધર" બાદથી લોકો તેનો બીજો પાર્ટ જોવા વધુ આતુર હતા. આજે 18 માર્ચના રોજ "ધુરંધર 2" નો આજે પેઇડ પ્રીવ્યૂ છે. દર્શકોની આતુરતાનો અંત આવ્યો. આવતીકાલે, 19 માર્ચેના રોજ રણવીર સિંહની "ધુરંધર: ધ રીવેન્જ" થિયેટરોમાં રિલીઝ થશે. બોલીવુડ અભિનેતા રણવીર સિંહ "ધુરંધર 2" રિલીઝ થાય તે પહેલા જ ઇમોશનલ થર્યો. અભિનેતાએ ફેન્સનો આભાર માન્યો.
"ધુરંધર: ધ રીવેન્જ"ની સોશિયલ મીડિયામાં ચર્ચા
રણવીર સિંહની આ ફિલ્મે પ્રભાસની 'બાહુબલી' ફિલ્મની જેમ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. "ધુરંધર" ફિલ્મ બોક્સઓફિસ પર જબજસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીરનો શાનદાર અભિનય અને એકશન જોઈ દર્શકો સહિત વિવેચકો પણ આશ્ચર્યચકિત થયા હતા. અને હવે તેના ફેન્સ "ધુરંધર 2"માં રણવીરનો કમાલ જોવા ઉત્સાહિત થયા છે. છેલ્લા ઘણા સમયથી "ધુરંધર 2" એટલે કે "ધુરંધર: ધ રીવેન્જ"ને લઈને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા જગાવી હતી. ફેન્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ થી તેના એડવાન્સ બુકિંગને લઈને પણ આ ફિલ્મે મોટો રેકોર્ડ કર્યો છે.
તમારા કારણે ઐતિહાસિક દરજ્જો મેળવ્યો, રણવીર સિંહ
ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ" આવતીકાલે સિનેમાઘર રિલીઝ થઈ રહી છે. બુકિંગને લઈને લોકોની લાંબી લાઈનો થિયેટર બહાર જોવા મળી. દરમિયાન ફિલ્મના મ્યુઝિક લોન્ચ સમયે, રણવીર સિંહે દર્શકોનો આભાર માનતા કહ્યું કે ચાહકોનો પ્રેમ અને સમર્થન તેમની ફિલ્મની અપાર સફળતાની ચાવી છે. અભિનેતાએ સમગ્ર ટીમ વતી વિશ્વભરના સિનેમા પ્રેમીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું, "અમારી ફિલ્મે તમારા કારણે ઐતિહાસિક દરજ્જો મેળવ્યો, અને તમારા પ્રેમ અને આદર વિના આ કંઈ શક્ય ન હોત. સમગ્ર ટીમ વતી, હું વિશ્વભરના સિનેમા પ્રેમીઓનો આભાર માનું છું."
રણવીર સિંહ, દર્શકો જ અમારી પ્રેરણા બન્યા
રણવીર સિંહે કહ્યું કે પહેલા ભાગને મળેલા પ્રેક્ષકોના પ્રતિભાવે તેમને અને આખી ધુરંધર ટીમને પ્રોત્સાહિત કરી છે. તેમની ટીમ બીજા ભાગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સંગીત વિશે બોલતા, તેમણે સંગીતકાર શાશ્વત સચદેવની ખુલ્લેઆમ પ્રશંસા કરી, તેમને અત્યંત ઉર્જાવાન અને પ્રતિભાશાળી ગણાવ્યા. રણવીરના મતે, શાશ્વતનું સંગીત ફિલ્મની સાચી તાકાત છે અને તે ભવિષ્યમાં સંગીત ઉદ્યોગમાં મોટી સફળતા પ્રાપ્ત કરશે.
'ધુરંધર' ના ગીતોએ ધૂમ મચાવી
તેમણે ફિલ્મના સાઉન્ડટ્રેકને તેનો આત્મા ગણાવતા કહ્યું કે તેમાં દરેક મૂડ માટે ગીતો છે, જે લોકોને ખૂબ ગમે છે. રણવીરે એ પણ શેર કર્યું કે વિવિધ સ્થળોએ લોકો તેમને કહે છે કે તેઓ ફિલ્મનું સંગીત સાંભળી રહ્યા છે, જેનાથી તેઓ અતિ ખુશ થાય છે.
આ પણ વાંચો : Sara Ali Khanને ચાર ધામ યાત્રા માટે આપવું પડશે સોગંદનામું, જાણો કેમ?