એક્ટર અને સાંસદ રવિ કિશને આ વખતે પત્ની પ્રીતિ શુક્લા માટે કરવાચોથનું વ્રત રાખ્યું. તેમણે લખનઉમાં યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના સરકારી આવાસ પર આ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવ્યો હતો. આ ખાસ પ્રસંગે બંને કપલે સાથે મળીને પૂજા કરી અને કરવાચોથની ઉજવણી કરી હતી. રવિ કિશને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ શેર કરી છે.
રવિ કિશને સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
રવિ કિશને કરવાચોથ સેલિબ્રેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બંને સાથે મળીને પૂજા કરતાં જોવા મળે છે. એક ફોટોમાં પત્ની પ્રીતિ પોતાના પતિ રવિ કિશનને તિલક કરતી નજરે પડે છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે ચાળણીમાંથી ચાંદ જોતી દેખાય છે. ત્યારબાદ રવિ કિશને તેમને પાણી પીવડાવીને વ્રત ખોલાવ્યું હતું.
ટ્રેડિશનલ અંદાજ અને ડેપ્યુટી સીએમ સાથે પૂજા અર્ચના
આ પ્રસંગે પ્રીતિ પિંક કલરના ટ્રેડિશનલ સૂટમાં જોવા મળી હતી, જ્યારે રવિ કિશન ઓફ-વ્હાઇટ કુર્તા-પાયજામામાં નજરે પડ્યા હતા. કરવાચોથના આ ખાસ સેલિબ્રેશનમાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને તેમનાં પત્ની નમ્રતા પાઠક પણ જોડાયાં હતાં. બંને પરિવારોએ સાથે મળીને વિધિ-વિધાનપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
https://www.instagram.com/p/DfFb4HxgUjh/?utm_source=ig_web_copy_link&cplk=NTc4MTIwNjQ2YQ==
આ પોસ્ટ શેર કરતાં રવિ કિશને કેપ્શનમાં લખ્યું, આજે લખનઉમાં ઉત્તર પ્રદેશ સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજીના નિવાસસ્થાને આયોજિત કરવાચોથ પૂજનમાં સામેલ થઈ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી તેમજ ઈશ્વર પાસે સૌના સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને ખુશહાલ જીવનની મંગલકામના કરી. તેમણે વધુમાં લખ્યું, કરવાચોથ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલો અત્યંત પવિત્ર પર્વ છે, જે પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને દાંપત્ય જીવનની અતૂટ ડોરને વધુ મજબૂત બનાવે છે.
https://x.com/ians_india/status/2115834879787335912?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115834879787335912%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રવિ કિશને પણ પત્ની માટે રાખ્યું વ્રત
રવિ કિશને પણ પત્ની પ્રીતિ શુક્લા માટે દિવસભર વ્રત રાખ્યું હતું. IANS સાથેની વાતચીતમાં રવિ કિશને જણાવ્યું, "મેં પ્રયાસ કર્યો કે આજે હું કંઈ જ ન ખાઉં. નિર્જળા નહીં, પણ અમે પાણી પીધું અને કોફી પીધી, પરંતુ અન્નનો દાણો પણ ગ્રહણ કર્યો નથી.
આ પણ વાંચો-Ramayana Craze : રિલીઝ પહેલાં ધૂમ મચાવી રહી છે રામાયણ, 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ