રિયા કપૂરની ન્યૂયોર્ક યાત્રા દરમિયાન ભાડે રાખવામાં આવેલા 1.35 કરોડ રૂપિયાના ડાયમંડ ઇયરરિંગ્સ ગાયબ થઈ ગયા. ફિલ્મમેકરે મુંબઈ પોલીસમાં ચોરીનો મામલો નોંધાવ્યો છે. તરિયા એક ફેશન ઇવેન્ટ માટે ન્યૂયોર્ક ગઈ હતી.
ભાડે લેવામાં આવી હતી કરોડોની જ્વેલરી
PTI ના જણાવ્યા અનુસાર સહાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સવલીન સિંહ (41) સાત વર્ષથી રિયા કપૂર સાથે કામ કરી રહી છે. ન્યૂયોર્કમાં યોજાનારી ઇવેન્ટમાં ઉપયોગ કરવા માટે મુંબઈના એક જ્વેલર પાસેથી ભાડે લેવામાં આવેલા બે જોડી મોંઘા ઇયરરિંગ્સ તે સાથે લઈ જઈ રહી હતી. રિયા કપૂર અને તેમની ટીમ મેટ ગાલામાં સામેલ થવા માટે ન્યૂયોર્ક ગઈ હતી. ફરિયાદ મુજબ મહેતા જ્વેલર્સ અને ગોયન્કા જ્વેલર્સ પાસેથી ભાડે લેવામાં આવેલી જ્વેલરીને બે અલગ-અલગ બોક્સમાં પેક કરીને સવલીન સિંહના હેન્ડબેગમાં રાખવામાં આવી હતી.













