આરજે મહવશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મહવશ પોતાના ફેન્સ સાથે તેની સાથે જોડાયેલી તમામ માહિતી શેર કરતી રહે છે. મહવશના ફેન્સ પણ તેની દરેક અપડેટ જાણવા માટે રાહ જુએ છે ત્યારે તેણીએ હવે જાહેરમાં એક ખાસ માંગણી કરી છે.


આરજે મહવશે કરી આ પોસ્ટ

હકીકતમાં આરજે મહવશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં આરજેએ કારમાં બેઠેલી પોતાની એક તસવીર શેર કરી છે. ફોટામાં જોઈ શકાય છે કે મહવશ ડ્રાઈવિંગ સીટ પર બેઠી છે. પોસ્ટ શેર કરતી વખતે મહવશે તેના કેપ્શનમાં લખ્યું છે કે 'અંકલ ઘર, હૈ પૈસા, હૈ ગાડી, આપ દો જોડો મે બેટા ભેજો, હબીબી બેટા હુઈ હમારી' ત્યાર બાદ મહવશે હસતું ઈમોજી શેર કર્યું છે. મહવાશની પોસ્ટ પરથી એવું લાગે છે કે તે કોઈની રાહ જોઈ રહી છે.


શું યુઝવેન્દ્ર ચહલને મહવશ કરી રહી છે ડેટ?

આરજે મહવાશ સોશિયલ મીડિયા પર પોતાના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થાય છે. હાલમાં ઈન્ટરનેટ પર મહવાશ અંગે એવી અફવા ચાલી રહી છે કે તે લોકપ્રિય ક્રિકેટર યુજી ચહલને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેને સાથે જોવા મળતાની સાથે જ તેમના અફેરની ચર્ચાઓનો દોર શરૂ થઈ જાય છે.

મહવશ અને ચહલના અફેરની ચર્ચા તેજ

મહવશ અને ચહલે હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, મહવાશે એક વખત કહ્યું હતું કે જો કોઈ છોકરો અને છોકરી સાથે જોવા મળે છે તો તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ત્યાર બાદ મહવશ અને ચહલ ઘણીવાર એકબીજા સાથે જોવા મળ્યા હતા. ધનશ્રી સાથે છૂટાછેટા બાદ ક્રિકેટર ચહલ ઘણીવાર આરજે મહવશ સાથે જોવા મળી રહ્યો છે. તેની બંનેના અફેરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.


  • Follow us on: