સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર RJ માહવાશ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમને ઘણીવાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળતા હતા. રિપોર્ટ્સ મુજબ, બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા હતી, જોકે બંનેએ પોતાના સંબંધ વિશે મૌન જાળવી રાખ્યું હતું. હવે ચહલ અને માહવાશે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેના કારણે તેઓ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી માહવાશે

ચહલને અનફોલો કર્યા બાદ માહવાશે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી, જેને ફેન્સનું તરત જ ધ્યાન મળ્યું. શુક્રવારે માહવાશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કારમાં બેસીને પોતાના વાળ ગોઠવતી નજરે પડે છે. વીડિયો તો ખૂબ સાદો છે, પરંતુ તેની સાથે લખાયેલ કેપ્શનએ લોકોનું ધ્યાન ખેંચી લીધું.

માહવાશે આ વીડિયો સાથે લખ્યું હતું,

90 ટકા સમય તમે મને મારા વાળ ઠીક કરતી જોઈશો, બાકીનો સમય હું મારી જિંદગી ઠીક કરું છું. આ ઉપરાંત, માહવાશે પોતાની સ્ટોરીમાં એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું, તમારી તરફ થોડું શાંતિ મોકલી રહી છું, અને તેની સાથે હેન્ડ-હાર્ટ ઇમોજી પણ મૂક્યો હતો. નેટિઝન્સે આ પોસ્ટ્સને માહવાશની પર્સનલ લાઇફને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર એક હળવા-ફુલકા જવાબ તરીકે જોયા છે.

ચહલ અને માહવાશ સતત ચર્ચામાં!

માહવાશની પોસ્ટની ટાઈમિંગને યુઝવેન્દ્ર ચહલને અનફોલો કરવાની ઘટનાથી જોડીને જોવામાં આવી રહી છે. બંનેમાંથી કોઈએ પણ હજી સુધી એકબીજાને અનફોલો કરવાનો કારણ જાહેર કર્યો નથી. 2025માં ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા બાદથી ચહલ અને માહવાશ સતત ચર્ચામાં રહ્યા હતા. બંનેને વારંવાર સાથે જોવામાં આવતા હોવાથી તેમના વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની અફવાઓ ઉડી હતી, જોકે બંનેએ હંમેશા કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે અને તેનાથી વધુ કંઈ નથી

આ પણ વાંચો- બોર્ડર 2નો બોક્સ ઓફિસ પર વિસ્ફોટ! રિલીઝ સાથે જ મચાવી ધૂમ, 30 કરોડની ઓપનિંગ સાથે તોડ્યા અનેક રેકોર્ડ