આરજે મહવશ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને લઈને પહેલા ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે ધનશ્રી વર્મા સાથે ચહલના છૂટાછેડા થયા હતા. જોકે, બંનેએ વારંવાર ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું અને કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે, પરંતુ ઘણી વખત સાથે જોવા મળતા અટકળો તેજ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદ ફેન્સે બ્રેકઅપની વાતો શરૂ કરી હતી. મહિનાઓ પછી મહેવશે આખરે આ અફવાઓ પર સ્પષ્ટતા કરી અને અનફોલો કરવાનું અસલી કારણ જણાવ્યું.
ચહલને અનફોલો કરવાનું RJ મહવશે જણાવ્યું કારણ
પિંકવિલા સાથે વાત કરતા RJ મહેવશે કહ્યું, લોકોની આદત હોય છે કે તેઓ નાની વાતનું વતેસર કરી દે છે. જ્યારે તમે પોતે આ સમયમાંથી પસાર થાઓ છો ત્યારે આ કોઈ એટલી મોટી વાત નથી લાગતી. જેમ કે બે મિત્રો વચ્ચે કોઈ દલીલ થઈ અને તેમણે એકબીજાને ફોલો-અનફોલો કરી દીધા અને વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. હકીકતમાં જ્યારે તમે તમારા મિત્રો સાથે નિઃસંકોચ થઈને કોઈ પણ વાત કરી શકો છો, ત્યારે તમારે તેમના પ્રત્યે કોઈ મનદુઃખ રાખવું જોઈએ નહીં. તેથી હું હંમેશા તેમના માટે શુભેચ્છાઓ પાઠવીશ. આમાં કોઈ એટલી મોટી વાત નથી.
