મહાકુંભ 2025થી પોતાની સુંદર આંખોથી લોકોના દિલ પર રાજ કરી રહેલી વાયરલ ગર્લ મોનાલિસાનું પહેલું ગીત 'સાદગી' રિલીઝ થઈ ગયું છે. મહાકુંભથી મોનાલિસાનું નસીબ એટલું ચમકી ગયું કે રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. તે આજકાલ તેના નવા ગીત માટે હેડલાઈન્સમાં છે. આ ગીતમાં મોનાલિસાને જોઈને તમે પણ કહેશો ભાઈ, જો તમારું નસીબ હોય તો તે મોનાલિસા જેવું હોવું જોઈએ. મોનાલિસા ઘણા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને તેની કમાણી અંગે ખુલાસો થયો છે.
મોનાલિસા પહેલા મહાકુંભમાં માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ આજે તે વૈભવી જીવનશૈલી જીવી રહી છે. તેણીએ તેના ગીત 'સાદગી' થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ઉત્કર્ષ સિંહ સાથે તેનો પહેલો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
મોનાલિસા કેટલી કમાણી કરે છે?
હાલના એક ઈન્ટરવ્યુમાં મોનાલિસાએ જણાવ્યું કે, તે કેટલી કમાણી કરી રહી છે. જ્યારે વાયરલ છોકરીને પૂછવામાં આવ્યું કે, 'લોકો કહે છે કે તમે હવે લાખો અને કરોડો કમાઈ રહી છે તો તેના પર તેણીને હસીને જવાબ આપ્યો હતો કે, 'હા... આ બાબા મહાકાલ અને ગંગા મૈયાની કૃપા છે થોડું થોડું આવી રહ્યું છે અને જો લોકો જે કહે છે તે સાચું નીકળે તો કરોડો અને અબજો પણ આવે તો સારું રહેશે.'
વાયરલ ગર્લ મોનાલિસાની લોકોએ કરી પ્રશંસા
વાયરલ ગર્લ મોનાલિસાનો પહેલો મ્યુઝિક વીડિયો આવતાની સાથે જ દર્શકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે મોના ક્યૂટ છે. જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે તે ખૂબ જ સુંદર, નસીબદાર છોકરી છે. બીજા યુઝરે કહ્યું કે, 'એટલે જ તેનું નામ મોનાલિસા છે તો કેટલાક યુઝર્સે રેડ હાર્ટ ઇમોજીસથી તેને પ્રેમ આપ્યો છે. જ્યારે કેટલાક તેની મહેનતની પ્રશંસા કરી રહ્યા છે.