કરીના અને સૈફ બોલીવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંનેના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે અને ફેન્સ આજે પણ આ જોડી વચ્ચેની કેમિસ્ટ્રી અને મજાક-મસ્તીને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં બંને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના નવા એપિસોડમાં પહોંચ્યા હતા. આ પાવર કપલે પોતાની પર્સનલ લાઈફ અને લવ સ્ટોરી સાથે જોડાયેલા ઘણા મજેદાર ખુલાસા કર્યા છે. શો દરમિયાન કરીના કપૂરે ખુલાસો કર્યો કે સૈફે તેને લગ્ન માટે એક કે બે વાર નહીં, પરંતુ પૂરી 3 વાર પ્રપોઝ કર્યું હતું.

સૈફ અને કરીના કપૂરની મસ્તીભરી કેમિસ્ટ્રી

તાજેતરમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોનો નવો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સૈફ અને કરીના કપૂરની મસ્તીભરી કેમિસ્ટ્રી જોવા મળી. આ દરમિયાન કરીનાએ જણાવ્યું કે સૈફે પહેલું પ્રપોઝલ મુંબઈમાં આપ્યું હતું, બીજું ગ્રીસમાં અને ત્રીજું પેરિસમાં આપ્યું હતું, જે પછી જ તેણે આખરે લગ્ન માટે હા પાડી હતી.
https://www.instagram.com/reel/DejL3BtK-gi/?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

સૈફ અલી ખાનનું મજેદાર રિએક્શન

જોકે, કરીનાનો આ ખુલાસો સાંભળતાં જ સૈફ અલી ખાને ખૂબ જ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. સૈફે મજાક કરતાં કહ્યું કે જો તેં મુંબઈવાળા પહેલા પ્રપોઝલમાં જ હા પાડી દીધી હોત, તો મારા કેટલા બધા પૈસા બચી ગયા હોત. સૈફનો આ જવાબ સાંભળીને હોસ્ટ કપિલ શર્મા અને ત્યાં હાજર તમામ લોકો હસી-હસીને લોટપોટ થઈ ગયા.
Kareena Kapoor, Saif Ali Khan (1)

કપિલના શોમાં જામશે રંગ

કપિલ શર્માના શોમાં બંનેએ પોતાની લગ્નજીવનના 14 વર્ષના અનુભવો, ઘરની આદતો અને એકબીજા સાથે જોડાયેલી મજેદાર વાતો પર પણ ખુલીને ચર્ચા કરી. ફેન્સમાં આ એપિસોડને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Kareena Kapoor, Saif Ali Khan (2)

ક્યારે થયા હતા સૈફ અને કરીનાના લગ્ન?

સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચે નિકટતા ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન વધવા લાગી હતી. બંને તે પહેલાં પણ એકબીજાને ઓળખતા હતા, પરંતુ આ ફિલ્મના સેટ પર તેમનો પ્રેમ આગળ વધ્યો. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી 16 ઓક્ટોબર 2012 ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. સૈફ અને કરીનાના 2 દીકરા છે તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન.

આ પણ વાંચો-Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો