જુલાઈમાં રિલીઝ થયેલી 'સૈયારા'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. અહાન પાંડે અને અનિત પદ્દાની આ ડેબ્યૂ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક લવ સ્ટોરી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતી અને હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું તેની સિક્વલ 'સૈયારા 2' પણ બનશે? દિગ્દર્શક મોહિત સુરીએ આ અંગે ખુલીને વાત કરી છે.


'સૈયારા ભાગ 2' ક્યારે આવશે?

હાલની વાતચીતમાં મોહિત સૂરીને 'સૈયારા ભાગ 2' વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બીજા ભાગ માટે કોઈ આયોજન નથી. આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે, જેનો હું આનંદ માણવા માંગુ છું. આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે અને સિક્વલ બનાવીને હાલમાં તેની સફળતાનો લાભ લેવાનો કોઈ ઇરાદો નથી.'

સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

'સૈયારા' એક રોમેન્ટિક લવ સ્ટોરી છે જેણે યુવાનોને ખૂબ આકર્ષિત કર્યા હતા. અહાન પાંડે અને અનિત પદ્દાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા હતું અને આ ઓછા બજેટની ફિલ્મે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડીને 300 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો છે. હકીકતમાં 'સૈયારા'એ શાહરૂખ ખાનની 'જવાન'ને પાછળ છોડી દીધી છે અને યુનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો ખિતાબ જીત્યો છે.

'સૈયારા'એ વિશ્વભરમાં કેટલી કરી કમાણી?

ફિલ્મ 'સૈયારા' બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રજનીકાંતની કુલી અને ઋત્વિક રોશન-જુનિયર NTR સ્ટારર ફિલ્મ 'વોર 2' જેવી બે મેગા રિલીઝ વચ્ચે પણ આ ફિલ્મે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 'સૈયારા' ફિલ્મ યુવાનોને ખૂબ જ ગમી છે તેનું એકમાત્ર કારણ એ છે કે, આ ફિલ્મમાં રોમેન્ટિક થીમ, શાનદાર સંગીત અને ભાવનાત્મક જોડાણ રહેલું છે. કમાણીની વાત કરીએ તો, તેણે ભારતમાં 329.2 કરોડની કમાણી કરી છે. જ્યારે તેનું વિશ્વવ્યાપી કલેક્શન 569.87 કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મના ગીતો અને ભાવનાત્મક કહાનીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. 'સૈયારા' ફિલ્મ ઘણા મોટા સ્ટાર્સે પણ જોઈ હતી અને એ લોકોએ પણ જોરાદર રીતે વખાણ કર્યા હતા.


  • Follow us on: