ફિલ્મ 'સૈયારા'નો ક્રેઝ ફેન્સમાં ચરમસીમાએ છે. 'સૈયારા' સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાને બે દિવસ થઈ ગયા છે અને આજે ત્રીજો દિવસ છે. આ ફિલ્મ માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડના આંકડાની નજીક પહોંચી ગઈ છે.


ફિલ્મ 'સૈયારા'ની કમાણી 100 કરોડની નજીક

અહેવાલ મુજબ, ફિલ્મ 'સૈયારા' એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે પહેલા રવિવારે 38.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા દિવસે પણ શાનદાર કમાણી કરી છે. આ સાથે ફિલ્મ 'સૈયારા' ની કુલ કમાણી 84.16 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મના પહેલા બે દિવસના કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મે શરૂઆતના દિવસે 21 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને બીજા દિવસે ફિલ્મે 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ 'સૈયારા' સુપરહિટ સાબિત થઈ શકે

ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડની નજીક પહોંચી ગઈ છે. 100 કરોડ ક્લબમાં પ્રવેશવા માટે આ ફિલ્મને હવે 15.84 કરોડ રૂપિયાની જરૂર છે. જોકે, પહેલા સોમવારે ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું રસપ્રદ રહેશે. 'સૈયારા'નો ક્રેઝ ખૂબ જ જોરદાર છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ સોમવારની કસોટીમાંથી પસાર થશે.

જોકે, ફિલ્મના સોમવારના કલેક્શન બાદ જ સ્પષ્ટ થશે કે ફિલ્મે તેના પહેલા સોમવારે કેટલું કલેક્શન કર્યું છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મનું બજેટ 50થી 60 કરોડ હોવાનું કહેવાય છે અને ફિલ્મે તેનું બજેટ ખૂબ જ સરળતાથી રિકવર કરી લીધું છે અને સુપરહિટ સાબિત થઈ છે.


  • Follow us on: