બોલીવુડમાં દર વર્ષે ઘણી બધી ફિલ્મો બને છે. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાય છે તો ઘણી ફિલ્મો તોબડતોડ કમાણી કરે છે. કેટલીક ફિલ્મો એવી હોય છે જે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવાની સાથે-સાથે હંમેશા માટે યાદગાર બની જાય છે. આજે અમે તમને વર્ષ 2025 ની એક એવી જ પિક્ચર વિશે જણાવી રહ્યા છીએ. આમાં નવા કલાકારોએ કામ કર્યું હતું અને તેમની ફિલ્મ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે 640 ટકા સુધીનો નફો કમાયો હતો.
એક વર્ષ પહેલાં આવી હતી ફિલ્મ
અહીં અમે જે ફિલ્મની તમારી સાથે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સૈયારા. આ ફિલ્મ આશરે એક વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. આના દ્વારા અહાન પાંડેએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની ઓપોઝિટ જોવા મળી હતી અનીત પદ્દા. અનીત પણ ત્યારે બોલીવુડ માટે એક નવો ચહેરો જ હતી. આ જોડીએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી હતી.
કેટલા કરોડમાં બની હતી સૈયારા
સૈયારાનું ડિરેક્શન મોહિત સૂરીએ કર્યું હતું. આ એક રોમેન્ટિક ફિલ્મ છે જેને યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ આ ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા હતું. આમાં અહાને ક્રિશ કપૂર અને અનીતે વાણી બત્રા નામનું પાત્ર ભજવ્યું હતું.
કમાયો હતો 640 ટકા નફો
સેકનિલ્કના અહેવાલ મુજબ સૈયારાએ ભારતીય બોક્સ ઓફિસ પર 21.5 કરોડ રૂપિયાનું ઓપનિંગ લીધું હતું. ફિલ્મનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન 329.73 કરોડ રૂપિયા થયું હતું. જ્યારે દુનિયાભરમાં આનું કલેક્શન 570 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને આને 640 ટકા સુધીનો પ્રોફિટ થયો હતો.
અક્ષય-સલમાન-અજયની ફિલ્મોને ચટાડી હતી ધૂળ
સૈયારા વર્ષ 2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની હતી. આની કમાણી આગળ ઋતિક રોશનની વોર 2, અક્ષય કુમારની હાઉસફુલ 5, અજય દેવગનની ફિલ્મ રેડ 2 અને સલમાન ખાનની સિકંદર જેવી ફિલ્મો ટકી શકી નહોતી. આ ફિલ્મે રજનીકાંતની કુલી, મહાઅવતાર નરસિમ્હા, લોકા: ચેપ્ટર 1, ધે કોલ હિમ ઓજી, સિતારેં ઝમીન પર, ગુડ બેડ અગ્લી, ગેમ ચેન્જર, થામા અને જોલી એલએલબી 3 જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી હતી.
આ પણ વાંચો-21 વર્ષનો સંબંધ તૂટ્યો, પછી 57ની ઉંમરે આ બિઝનેસવુમનનો હાથ થામ્યો, ફિલ્મી છે આશિષ વિદ્યાર્થીની લવ સ્ટોરી!