બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેમના હાથ પર સોજો અને ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. વીડિયો જોયા બાદ ફેન્સ પણ હેરાન છે અને જાણવા માગે છે કે આખરે એક્ટરના હાથમાં ઈજા કેવી રીતે થઈ.

માતૃભૂમિના પ્રમોશન દરમિયાન કેમેરામાં કેદ થયા સલમાન

19 નવેમ્બરે સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ માતૃભૂમિના પ્રમોશન દરમિયાન જોવા મળ્યા હતા. આ દરમિયાન પાપારાઝીએ તેમને કેમેરામાં કેપ્ચર કર્યા, જેમાં તેમના હાથ પર ઈજાના નિશાન અને સોજો સ્પષ્ટ દેખાયા. આ પછીથી જ સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

https://www.instagram.com/reel/Df8qyDMybVW/?utm_source=ig_web_copy_link&evlk=NTc4MTIwNjQ2YQ==

સલમાન ખાનના હાથમાં થઈ ઈજા

ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાન ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યા. તેમણે બ્લેક ગોગલ્સ પણ લગાવ્યા હતા. સલમાન ખાને પાપારાઝી સામે મન મૂકીને પોઝ આપ્યા અને તેમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા.

_Salman Khan Hand Swelling (1)

વીડિયો જોઈને ફેન્સે વ્યક્ત કરી ચિંતા

આ દરમિયાન એક વીડિયોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું, જેમાં સલમાન પોતાનો એક હાથ ખિસ્સામાં નાખીને ઉભેલા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેમના હાથ પર સોજો અને ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ફેન્સ કોમેન્ટ્સ દ્વારા સલમાન ખાનની ઈજાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેમના ખબર-અંતર પૂછી રહ્યા છે.

આ પણ વાંચો-Ramayana Collection : રામાયણની મુશ્કેલી વધી, શું 2000 કરોડનો આંકડો પાર કરવો બનશે મુશ્કેલ?