બોલીવુડના લોકપ્રિય લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની અચાનક તબિયત બગડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ફેન્સથી લઈને સેલેબ્રિટીઓ સુધી બધા જ તેમના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન સલમાન વિશે ઘણીવાર કડવી કોમેન્ટ કરનાર તેમની એક્સ-ગર્લફ્રેન્ડ સોમિ અલીએ પણ પોસ્ટ શેર કરીને સલીમ ખાનના આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે.
સોમિ અલીએ ઈમોશનલ પોસ્ટ શેર કરી
પોતાની પોસ્ટમાં સોમિ અલીએ સલીમ ખાનને પિતા સમાન ગણાવ્યા છે, હાલમાં સલીમ ખાન લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે અને ટૂંક સમયમાં ડોક્ટરો તેમની તબિયત અંગે માહિતી આપશે. સોમિ અલીએ એક ભાવુક સંદેશમાં તેમના જલદી સાજા થવા માટે પ્રાર્થના કરી છે. તેમણે તે દિવસોને યાદ કર્યા જ્યારે તેઓ સલીમ ખાનના ઘરે રહેતા હતા.
સલીમ ખાન માટે પ્રાર્થના કરી સોમિ અલીએ
પોસ્ટમાં તેણે લખ્યું કે, આ સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું કે સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ છે. દુનિયા માટે તેઓ મહાન લેખક છે, જેમણે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારને આગળ વધાર્યા અને શોલે જેવી અમર ફિલ્મ બનાવી. પરંતુ મારા માટે તેઓ પિતા સમાન છે. તેમના ઘરે રહેતાં મને દીકરી જેવી લાગણી અને પ્રેમ મળ્યો. સાથે બેસીને ભોજન કરવું, ધર્મ વિશે ઊંડા વિચારોની ચર્ચા કરવી, જ્યાં દરેક ધર્મને સમાન માન આપવામાં આવતું હતું. તેમણે શીખવ્યું કે ઈશ્વર કોઈપણ સિદ્ધાંતથી મોટા હોય છે અને કથામાં નાટ્ય સાથે સચ્ચાઈ હોવી જરૂરી છે. તેમની પ્રતિભાએ સિનેમાના ઈતિહાસમાં સ્થાન બનાવ્યું અને તેમની માનવતાએ અનેક લોકોના જીવનને સ્પર્શ્યું. હું તેમના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું, તેઓ મારા માટે શબ્દોથી પણ વધુ મહત્વ ધરાવે છે.
પોસ્ટ સાથે સોમિ અલીએ અનેક મહત્વપૂર્ણ સંદેશા પણ ઉમેર્યા, જેમાં તેમણે પોતાના પિતા સમાન સલીમ ખાન માટે પ્રાર્થના વ્યક્ત કરી અને તેમને ઘર તથા પ્રેમ આપવા બદલ આભાર માન્યો. આ પોસ્ટ દર્શાવે છે કે સલીમ ખાન આજે પણ તેમની જિંદગીમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો- નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના આલીશાન બંગલાની જુઓ અંદરની ઝલક, પ્રકૃતિનો ખોળો અને લક્ઝરીનો રોયલ ટચ!