સિકંદર' બાદ સલમાન ખાન ટૂંક સમયમાં તેની નવી ફિલ્મ માટે ચર્ચામાં છે. અભિનેતા 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની નવી સીઝનની શરૂઆતના સમયે બોલીવુડના ભાઈજાન તરીકે જોવા મળ્યો હતો. હાલમાં શોનો પ્રોમો રિલીઝ થયો છે અને જેમાં એક પછી એક સલમાન ખાન ખુલાસાઓ કરી રહ્યો છે.

સલમાન ખાને અમિરના લગ્ન અંગે કહી આ વાત

કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યું કે શું તેના જીવનમાં કોઈ 'ગૌરી' છે? આ સવાલનો જવાબ આપવાને બદલે સલમાન ખાન વાતચીતમાં આમિર ખાનને લઈ આવ્યો હતો. તેણે પોતાના રમુજી અંદાજમાં કહ્યું હતું કે, 'આમિરની વાત કંઈક અલગ છે, તે એક અદ્ભુત વ્યક્તિ છે અને એક પરફેક્શનિસ્ટ પણ છે. જ્યાં સુધી લગ્ન પરફેક્ટ ન થાય ત્યાં સુધી તેઓ કરતા રહેશે. મને લાગે છે આ વખતે તેમના લગ્ન પરફેક્ટ રીતે થશે. સલમાન ખાનની વાત સાંભળીને હાસ્યનું મોજું ફરી વળે છે.

સલમાનની વાત સાંભળીને અર્ચના ચોંકી

શોના જજ અર્ચના પૂરણ સિંહે સલમાનને પૂછ્યું કે લોકો તેના લગ્ન વિશે કેમ સવાલો કરે છે સલમાને હસતાં હસતાં કહ્યું કે, જો હું લગ્ન કરું તો તમને શું ફાયદો? તમે લોકો મારા લગ્નનો આનંદ કેમ માણો છો? તમે લોકો ખુશ થાઓ છો અને હું બરબાદ થઈ જાઉં છું'. તેણે છૂટાછેડા પછી ભરણપોષણ ચૂકવવાના ખર્ચ પર પણ મજાક કરી હતી. સલમાન હંમેશા તેના લગ્ન અંગે આવા જવાબો આપે છે પરંતુ હજુ પણ ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.


આમિર ખાનનું પ્રેમ જીવન

આમિર ખાનના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે કર્યા હતા પરંતુ બંને 2002માં અલગ થઈ ગયા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે જુનૈદ અને આયરા. ત્યાર બાદ આમિરે 2005માં દિગ્દર્શક અને નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા પરંતુ 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. હવે આમિર ગૌરીને ડેટ કરી રહ્યો છે અને તેણે માર્ચ 2024માં તેના 60મા જન્મદિવસ પર ગૌરીનો પરિચય મીડિયા સાથે કરાવ્યો હતો.

  • Follow us on: