બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેના બે બાળકો માટે છેલ્લો દોઢ મહિનો મુશ્કેલ રહ્યો છે. અભિનેત્રીના પૂર્વ પતિ સંજય કપૂરના અચાનક અવસાન બાદ બંને બાળકો નિરાશ થયા હતા. પરંતુ ધીમે ધીમે અભિનેત્રી પોતાના બાળકો સાથે ઠીક થવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાત્રે કરિશ્માની પુત્રી સમાયરા મુંબઈમાં એક અજાણ્યા વ્યક્તિ સાથે જોવા મળી હતી. આટલા લાંબા સમય પછી સમૈરાને ખુશ જોઈ ફેન્સ પણ ખુશ થયા છે. કેટલાકે સમાયરાને જીવનમાં આગળ વધવાની સલાહ આપી તો કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે, આ મિસ્ટ્રી બોય કોણ છે.


સમાયરા સાથે જોવા મળ્યો મિસ્ટ્રી બોય

કરિશ્મા કપૂરની પુત્રી સમાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 20 વર્ષની સમાયરા કારમાં બેઠેલી જોઈ શકાય છે. તે પાપારાઝીના કેમેરાને જોઈને હસતી હોય છે અને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે. તેની બાજુની સીટ પર એક અજાણ્યો વ્યક્તિ બેઠો જોઈ શકાય છે. જોકે, કારનો કાચ બંધ હતો એટલે તે વ્યક્તિનો ચહેરો દેખાઈ શક્યો નહીં. સમાયરાનો પોશાક એવો લાગે છે કે તે કોઈ પાર્ટીમાંથી પાછી ફરી છે. સમાયરાનો આ વીડિયો યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો પર એક યુઝરે વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું કરિશ્મા કપૂરની લાડલી પ્રેમમાં પડી?

કરિશ્મા કપૂરની પુત્રી સમાયરાનો વીડિયો સામે આવતા જ લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે, અભિનેત્રીની લાડલી હવે મોટી ગઈ છે અને તે કોઈના પ્રેમમાં હોઈ શકે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું હતું કે, 'સમાયરા શરમાઈ રહી છે જેનો અર્થ છે કે તે કોઈ ખાસ વ્યક્તિ સાથે છે'. તો બીજા એક વ્યક્તિએ લખ્યું કે, 'કરિશ્માની દીકરી ખૂબ મોટી થઈ ગઈ છે'. તો અન્ય એ લખ્યું કે, આ કોણ છે જેના કારણે સમાયરા શરમાઈ રહી છે. સમાયરા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે તે ભાગ્યે જ આવી પાર્ટીઓ કરતી જોવા મળે છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ કરિશ્માની લાડલીના અફેરની ચર્ચાઓ જોરદાર રીતે જોવા મળી રહી છે.


  • Follow us on: