સાઉથ ભારતીય ફિલ્મ સ્ટાર સામંથા રૂથ પ્રભુએ લગ્ન કરી લીધા છે.  સામંથાએ ધ ફેમિલી મેનના સહ-નિર્દેશક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન સોમવાર, 1 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે કોઈમ્બતુરના ઈશા યોગા સેન્ટરમાં થયા છે. સમારોહના ફોટા પણ સામે આવવા લાગ્યા છે. સામંથાના સમાચારથી ફેન્સ ચોંકી ગયા છે, તો ઘણા લોકો તેને જીવનની આ નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે.


એક્ટ્રેસે ફોટા કર્યા શેર

સાઉથ સ્ટાર સામંથા રૂથ પ્રભુએ તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, ફેન્સ તેની આ પોસ્ટ જોઈને ચોંકી ગયા છે તેમજ અભિનંદનની કોમેન્ટ કરી રહ્યા છે.

ધ ફેમિલી મેન 2ના સેટ પર મિત્રતા થઈ હતી

સામંથાનો ઈશા સેન્ટર અને તેના સ્થાપક જગ્ગી વાસુદેવના કાર્યક્રમો સાથે ઊંડો સંબંધ છે. તેથી, તેણે તેના લગ્ન માટે આ સ્થળ પસંદ કર્યું. તેની મિત્રતા ધ ફેમિલી મેનથી શરૂ થઈ હતી. સામંથા અને રાજ વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2ના સેટ પર ગાઢ બન્યા હતા. ત્યારબાદ તેઓએ સિટાડેલ: હની બનીમાં સાથે કામ કર્યું. બંનેએ એક પ્રોડક્શન હાઉસ, ત્રાલાલા પિક્ચર્સ શરૂ કર્યું અને રાજે શુભમ જેવી ફિલ્મોમાં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે પણ સેવા આપી છે.

2017માં થયા હતા પહેલા લગ્ન 

સામંથા રૂથ પ્રભુના પહેલા લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા. આ લગ્ન પણ ટક્યા નહીં. 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી, બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે. નાગા ચૈતન્યે પણ ફરીથી લગ્ન કર્યા છે. 


  • Follow us on: