સાઉથ સુપરસ્ટાર સમન્થા રૂથ પ્રભુની નવી ફિલ્મ "મા ઇન્તી બંગારામ" ને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી આ વુમન-સેન્ટ્રિક (મહિલા મુખ્ય ભૂમિકાવાળી) ફિલ્મે તેના પહેલા જ દિવસે વિશ્વભરમાં ₹13 કરોડથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ મેળવ્યું છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો (ક્રિટિક્સ) બંને તરફથી ખૂબ જ સકારાત્મક સમીક્ષાઓ મળી છે, જેના કારણે અભિનેત્રી સમન્થા અને દિગ્દર્શક બી.વી. નંદિની રેડ્ડી ભારે ઉત્સાહમાં છે.


"મા ઇન્તી બંગારામ"ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો સામંથાનો 'બેબી બમ્પ'

ફિલ્મની જોરદાર સફળતાની ઉજવણી કરવા માટે તાજેતરમાં એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમન્થા તેના પતિ રાજ નિદિમોરુ સાથે કેઝ્યુઅલ ટી-શર્ટ અને જીન્સના સિમ્પલ લુકમાં પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં સમન્થા ટીમ સાથે ખુશી વહેંચતી જોવા મળી રહી છે. જોકે, આ દરમિયાન ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સમન્થાનો બેબી બમ્પ જોયો હોવાનો દાવો કર્યો છે, જેના કારણે તેની પ્રેગ્નન્સીની અફવાઓ સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે.

દિગ્દર્શક નંદિની રેડ્ડીએ કરી પ્રેગ્નન્સીની પુષ્ટિ

એક મીડિયા રિપોર્ટ (સિનેમા એક્સપ્રેસ) અનુસાર, આ અફવાઓ વચ્ચે દિગ્દર્શક નંદિની રેડ્ડીએ સમન્થાની ગર્ભાવસ્થા વિશે વાત કરતા જણાવ્યું કે, "તેણીની ગર્ભાવસ્થા ખૂબ જ સુંદર સમયે આવી છે, કારણ કે અમારી ફિલ્મ 'મા ઇન્તી બંગારામ' સફળ રહી છે." તેણીએ વધુમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે સક્સેસ પાર્ટીમાં સમન્થાનો આ લુક અને દેખાવ એક સભાન નિર્ણય હતો. નંદિનીના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સમન્થા હાલમાં પોતાના વ્યાવસાયિક (પ્રોફેશનલ) અને અંગત જીવનના સૌથી ખુશહાલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

સમન્થા અને રાજ નિદિમોરુના લગ્ન

અત્રે ઉલ્લેખનીય છે કે, સમન્થા અને ફિલ્મ મેકર રાજ નિદિમોરુએ ડિસેમ્બર 2025 માં કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટર ખાતે લિંગ ભૈરવી દેવીના સાનિધ્યમાં 'ભૂત શુદ્ધિ' વિધિથી પરંપરાગત લગ્ન કર્યા હતા. રાજ સાથે લગ્ન કરતા પહેલાં સમન્થાએ વર્ષ 2017 માં અભિનેતા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021 માં તેઓ બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા હતા. રાજે અગાઉ વર્ષ 2015 માં શ્યામલી ડે સાથે લગ્ન કર્યા હતા અને તેઓ વર્ષ 2022 માં અલગ થયા હતા.


આ પણ વાંચો : Pushpa 2 હિંસા અને ભાગદોડ મામલે કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થશે અલ્લુ અર્જુન, શૂટિંગના કારણે લીધો મોટો નિર્ણય!

  • Follow us on: