બોલીવુડના દમદાર કલાકાર સંજય દત્તની પત્ની માન્યતા દત્ત આજે, 22 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસરે કલાકારે સોશિયલ મીડિયા પર તેના માટે પ્રેમભરેલી નોટ શેર કરી છે. સંજયે માન્યતાને પોતાના જીવનનો સૌથી મહત્વનો ભાગ ગણાવતા તેમના માટે અઢળક ખુશીઓ અને સફળતાની પ્રાર્થના કરી. 

પત્નીના જન્મદિવસ પર સંજય દત્તે વરસાવ્યો પ્રેમ

સંજય દત્તે પત્ની માન્યતાના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર કેટલીય ફોટોઝ શેર કરી છે. ફોટોઝમાં બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પોસ્ટ શેર કરતા સંજય દત્તે લખ્યું, જન્મદિવસ મુબારક મારી સૌથી વહાલી મામા. તમે દુનિયાના સૌથી બેસ્ટ માતા, પત્ની અને મિત્ર છો. હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું.
https://www.instagram.com/p/DbEMTWZDaDT/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

સંજય દત્તે આગળ લખ્યું, મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બનવા માટે તમારો આભાર અને મને બે વહાલસોયા બાળકોનો પિતા બનાવવા માટે પણ ધન્યવાદ. હું ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આ વર્ષથી તમારા જીવનમાં માત્ર સફળતા અને ખુશીઓ જ આવે. તમે હંમેશા આમ જ આગળ વધતા રહો. લવ યુ મામા, હેપ્પી બર્થડે... જય ભોળાનાથ. બીજી તરફ માન્યતા દત્તે પણ કોમેન્ટમાં લવ યુ લખ્યું. આ સિવાય ફેન્સ પણ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

પુત્ર શહરાન દત્તે પણ પાઠવી શુભેચ્છા

માન્યતા દત્તના પુત્ર શહરાન દત્તે પણ પોસ્ટ શેર કરીને પોતાની માતાને શુભેચ્છા પાઠવી. તેણે કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થડે મમ્મા, હું તમને ખૂબ પ્રેમ કરું છું અને પ્રાર્થના કરું છું કે ભવિષ્યમાં તમને અઢળક ખુશીઓ અને સફળતા મળે.

https://www.instagram.com/p/DbEc7MKoYk9/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેમના અને માન્યતા દત્તના લગ્ન વર્ષ 2008 માં થયા હતા. ઓક્ટોબર 2010 માં તેમના ઘરે જોડિયા બાળકો, પુત્ર શહરાન અને પુત્રી ઇકરાનો જન્મ થયો. બંનેની મુલાકાત 2000 ના દાયકાના મધ્યમાં સામાન્ય મિત્રો દ્વારા થઈ હતી. સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. પાછળથી તેમનું અવસાન થયું હતું. તેમનાથી સંજય દત્તની એક પુત્રી ત્રિશલા દત્ત પણ છે. ત્રિશલા અમેરિકામાં રહે છે. તેમના બીજા લગ્ન 1998 માં મોડેલ રિયા પિલ્લાઈ સાથે થયા હતા. વર્ષ 2005 માં બંને અલગ થઈ ગયા અને 2008 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

સંજય દત્તની આગામી ફિલ્મ

કામગીરીની વાત કરીએ તો સંજય દત્ત હાલમાં જ ફિલ્મ 'આખરી સવાલ' માં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. હવે તેઓ 'ખલનાયક રિટર્ન્સ' માં જોવા મળવાના છે. ફિલ્મમાંથી તેમનો પહેલો દેખાવ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં તેઓ ખૂબ જ દમદાર અવતારમાં દેખાયા હતા.

આ પણ વાંચો-TMKOC : 'હોટલના રૂમમાં એકલી બોલાવી હતી', તારક મહેતા ફેમ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો!