સંજય દત્ત હાલમાં 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો'માં તેના નજીકના મિત્ર સુનીલ શેટ્ટી સાથે દેખાયો હતો. આ દરમિયાન સંજુ બાબાએ તેમના જેલ દિવસો વાગોળ્યા હતા. હકીકતમાં સંજયે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં 5 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. 66 વર્ષીય સ્ટારે જેલના સળિયા પાછળની પોતાની ભયાનક કહાનીનો ખુલાસો કર્યો અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોને દંગ કરી દીધા હતા.


સંજય દત્તે જેલની એ ભયાનક યાદનો કર્યો ખુલાસો

કપિલ શર્મા શો'માં સંજય દત્તે જણાવ્યું હતું કે, એકવાર જેલ સુપરિન્ટેન્ડેન્ટે તેમને વધેલી દાઢીને સેટ કરાવવા કહ્યું અને આ કામ મિશ્રા નામના કેદીને સોંપ્યું હતું. સંજય દત્તે મિશ્રાને પૂછ્યું કે તે કેટલો સમય જેલમાં છે અને મિશ્રાએ જવાબ આપ્યો કે 15 વર્ષ થઈ ગયા છે. દત્તે આગળ કહ્યું હતું કે, આ સમય સુધીમાં તેનું રેઝર મારી ગરદન સુધી પહોંચી ગયું હતું. મેં તેને પૂછ્યું કે તે કયા ગુના માટે જેલમાં છે અને તેણે જવાબ આપ્યો 'ડબલ મર્ડર' મેં તરત જ તેનો હાથ પકડીને તેને રોક્યો. તો ડબલ મર્ડરના કેદીના હાથમાં રેઝર હોવું એ જેલમાં સામાન્ય દિવસની વાત છે. સંજયનો આ કિસ્સો સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સંજુ બાબાએ જેલના દિવસો વાગોળ્યા

સંજય દત્તે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' દરમિયાન જણાવ્યું હતું કે જેલમાં હતા ત્યારે તેઓ ફર્નિચર અને કાગળની થેલીઓ પણ બનાવતા હતા અને આ કામ માટે તેમને પૈસા મળતા હતા. આ સિવાય તેમણે સાથી કેદીઓ માટે રેડિયો વાયસીપી શરૂ કર્યું. તેઓ સાથી કેદીઓ સાથે સ્ક્રિપ્ટો લખતા હતા. તેમણે જણાવ્યું કે તેમણે જેલમાં એક નાટક કંપની પણ બનાવી હતી જેના તેઓ ડિરેક્ટર હતા.

સંજય દત્તને કઈ વાતનો છે અફસોસ?

સંજય દત્ત કહ્યું હતું કે તેમને તેમના જીવનની કોઈ પણ ઘટનાનો અફસોસ નથી સિવાય કે તેમણે પોતાના માતાપિતા સુનીલ દત્ત અને નરગીસ દત્તને ખૂબ જ વહેલા ગુમાવ્યા. તેમણે કબૂલ્યું કે તેઓ તેમને ખૂબ યાદ કરે છે. તમને જણાવી દઈએ કે સુનીલ દત્તનું 2005માં બાંદ્રા સ્થિત તેમના ઘરે 75 વર્ષની વયે ઊંઘમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું જ્યારે નરગીસનું 1981માં સ્વાદુપિંડના કેન્સરથી અવસાન થયું હતું. તે સમયે સંજય દત્તની પહેલી ફિલ્મ રોકી રિલીઝ થવાની હતી.

સંજય દત્તના વર્ક ફ્રન્ટ

વિશે વાત કરીએ તો, અભિનેતાની ફિલ્મ બાગી 4 હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજય ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. અગાઉ અભિનેતા હાઉસફુલ 5 અને ધ ભૂતનીમાં જોવા મળ્યા હતા. અભિનેતા પાસે ઘણા આગામી પ્રોજેક્ટ્સ છે.

  • Follow us on: