ધુરંધર 2 માં સંજય દત્તના પાત્ર ચૌધરી અસલમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. ચારેબાજુ તેના અભિનયની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તેણે એક ઇવેન્ટમાં પોતાના પરિવાર સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં સંજય દત્ત પોતાના સિગ્નેચર સ્ટાઇલમાં જોવા મળ્યા હતા, તો તેની પત્ની માન્યતા દત્ત પણ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
સોશિયલ મીડિયા પર છવાયો છોટે બાબા
એક્ટરની દીકરીની ક્યુટનેસે પણ લોકોના દિલ જીતી લીધા હતા. જોકે, સૌથી વધુ લાઇમલાઇટ સંજય દત્તના પુત્રએ મેળવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ સંજય દત્તના દીકરાને જોયા બાદ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
સંજય દત્તના પુત્ર પર અટકી સૌની નજર
શનિવારે રાત્રે મુંબઈમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજય દત્ત પોતાની પત્ની માન્યતા અને બંને બાળકો સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન સંજય દત્ત અને માન્યતા કરતા વધુ લાઇમલાઇટ તેમના બંને બાળકોએ મેળવી હતી. સંજય દત્તના પુત્ર પર તો જાણે લોકોની નજર જ અટકી ગઈ હતી.
https://www.instagram.com/reel/DWbvRA9DNQw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સંજય દત્તના દીકરાને જોઈને એક યુઝરે કહ્યું, 2028માં નવો સંજૂ બાબા આવી રહ્યો છે. તો કેટલાક લોકોએ માન્યતાના વખાણ એટલા માટે કર્યા કારણ કે તેણે પોતાના બાળકોનો ઉછેર ખૂબ જ સારી રીતે કર્યો છે.

બીજી તરફ, અન્ય એક યુઝરે સંજય દત્તના પુત્રને જોઈને તેને છોટે બાબા કહ્યો. વધુ એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 2028માં મજા આવવાની છે, નવો બાબા આવવાનો છે. સંજય દત્તે 2008માં માન્યતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ માન્યતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. કપલે પોતાના બાળકોનું નામ શાહરાન અને ઇકરા રાખ્યું છે. આ બંનેનો જન્મ 21 ઓક્ટોબર, 2010ના રોજ થયો હતો. સંજય દત્તે ધુરંધર 2 માં પોતાના અભિનયથી ધૂમ મચાવી છે, પરંતુ આ ફિલ્મ માટે હા કહેવામાં તેને ઘણો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો- Dhurandhar Criticism : ધુરંધર 2ને પ્રોપેગેન્ડા ગણાવતા મચ્યો હોબાળો, અનીત પડ્ડાની બહેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ!