ફિલ્મ 'ધુરંધર' અને તેની સીક્વલ ધુરંધર 2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લોકો વારંવાર થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે તેની પત્નીનો રોલ કરનાર સારા અર્જુન (યલીના) ને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં સારાના સીન ઓછા છે, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. આ સફળતા બાદ તેને સંજય લીલા ભણસાલીની ફિલ્મ મળી છે, જે તેના કરિયર માટે ખૂબ મોટો વળાંક છે.
સારા અર્જુનને ભણસાલીની ફિલ્મની ઓફર
સારા અર્જુન માત્ર 20 વર્ષની છે, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. આ જોઈને તેને સંજય લીલા ભણસાલીનો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. તે ભણસાલી દ્વારા બનાવવામાં આવતી એક બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય સિનેમાની જાણીતી એક્ટ્રેસ મધુબાલા પર આધારિત છે, જેનો રોલ હવે સારા અર્જુન ભજવશે. આ તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો અને પડકારજનક રોલ માનવામાં આવે છે.













