ટીવી અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ શગુફ્તા અલીએ તાજેતરમાં પોતાની અંગત જિંદગીને લઈને એવો ખુલાસો કર્યો, જેને સાંભળીને સૌ ભાવુક થઈ ગયા. તેમણે જણાવ્યું કે તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી, કારણ કે 26 વર્ષ સુધી જે વ્યક્તિને તેમણે પ્રેમ કર્યો હતો તેમનું નિધન થઈ ગયું હતું. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શગુફ્તાએ પોતાની અધૂરી લવ સ્ટોરીનું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે એ ઘટના બાદ તેમણે ફરી ક્યારેય લગ્ન વિશે વિચાર્યું નહોતું.
શગુફ્તા અલીએ લગ્ન કર્યા નથી
સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યૂમાં શગુફ્તા અલીએ કહ્યું, જેની સાથે લગ્ન કરવાના હતા તેમનું નિધન થઈ ગયું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વાતને કેટલા વર્ષ થઈ ગયા, ત્યારે તેમણે કહ્યું, 2011માં તેમનું નિધન થયું હતું. તેમણે જણાવ્યું કે તેમનો સંબંધ 26 વર્ષ સુધી ચાલ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે 26 વર્ષ સુધી સંબંધમાં રહ્યા બાદ તેમણે લગ્ન કેમ ન કર્યા.

આ અંગે એક્ટ્રેસે કહ્યું, જ્યારે અમે લગ્નનું આયોજન કરતા ત્યારે કંઈક ને કંઈક મુશ્કેલી આવી જતી. જ્યારે અમે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્યારેક તેમનો અકસ્માત થયો, ક્યારેક મારો અકસ્માત થયો, ક્યારેક હું શૂટિંગમાં વ્યસ્ત રહેતી અને ક્યારેક તેઓ લંડનમાં રહેતા હતા. પછી વિચાર્યું કે આવતા જન્મદિવસે લગ્ન કરી લઈએ, તો તેમના પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ. આ બધું ચાલતું રહ્યું અને રાહ જોવામાં મારા 26 વર્ષ પસાર થઈ ગયા.
https://www.instagram.com/p/DPkUUVLE5pL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
તેમણે કહ્યું, મારી લવ સ્ટોરી દુઃખદ છે, ઘરની સ્ટોરી પણ દુઃખદ છે અને કરિયરની સ્ટોરી પણ દુઃખદ છે. ત્યાર પછી મને કોઈની સાથે પ્રેમ જ ન થયો. મારે બીજા કોઈ સાથે લગ્ન કરવાના નહોતા. મારે તેમની સાથે જ લગ્ન કરવાના હતા. મારા પર ઘણું ખરાબ વીત્યું. હું ખૂબ રડતી હતી. હું ડિપ્રેશનમાં એટલા માટે ન ગઈ, કારણ કે ત્યારે મારી માતા મારી સાથે હતી. મારી માતા દરેક પગલે મારી સાથે ઊભી રહી હતી. તેમણે આગળ જણાવ્યું કે તેમણે 2 દીકરીઓને દત્તક લીધી છે.
શગુફ્તા અલીની કારકિર્દી
શગુફ્તા અલીએ 1988માં ફિલ્મ ગીતા કી સૌગંધથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 1989માં ટીવી શો દર્દથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. તેઓ પુનર્વિવાહ, એક વીર કી અરદાસ, સસુરાલ સિમર કા અને સાથ નિભાના સાથિયા જેવા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂક્યા છે. શગુફ્તા અલી ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં 2 વર્ષના લીપ બાદ જોવા મળવાના હતા. તેઓ આદિત્ય ગુપ્તાની દાદીની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ તબિયત સંબંધિત સમસ્યાઓના કારણે તેમને આ શો છોડવો પડ્યો હતો.
આ પણ વાંચો-Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે'