બોલીવુડના 3 મોટા સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAએ તમાકુના પ્રોડક્ટ્સ સામે કડકાઈ વધારતા ત્રણેય સ્ટાર્સને વિમલ એલચીની જાહેરાતના મામલે કારણ બતાવો નોટિસ મોકલી છે. FDAનું માનવું છે કે આ જાહેરાત રાજ્યમાં પ્રતિબંધિત વિમલ પાન મસાલાનું જ સરોગેટ પ્રમોશન છે. FSS એક્ટની જોગવાઈઓ હેઠળ હવે ત્રણેય પર 10 લાખ રૂપિયા સુધીના દંડની કાર્યવાહી થઈ શકે છે.

શું છે આખો મામલો?

મહારાષ્ટ્ર FDA હાલમાં રાજ્યમાં તમાકુ અને પાન મસાલાના વેચાણ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ જ કાર્યવાહી હેઠળ હવે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ પણ FDAની તપાસના દાયરામાં આવ્યા છે.

આ મામલે શાહરૂખ, અજય અને ટાઈગરને નોટિસ

આ અઠવાડિયે મોકલાયેલી નોટિસમાં ત્રણેય એક્ટર્સ પાસેથી વિમલ એલચીની જાહેરાતમાં તેમની ભૂમિકા અંગે જવાબ માંગવામાં આવ્યો છે. FDAનું માનવું છે કે આ જાહેરાત વિમલ પાન મસાલા બ્રાન્ડનું પ્રમોશન કરે છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ સરોગેટ જાહેરાતની શ્રેણીમાં આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, FDAએ અજય દેવગનને જુહુ સ્થિત તેમના ઘરે, શાહરૂખ ખાનને બાંદ્રા સ્થિત મન્નત અને ટાઈગર શ્રોફને તેમની પ્રોડક્શન કંપની ટાઈગર શ્રોફ પ્રોડક્શન્સ LLPના સરનામે નોટિસ મોકલી છે.

વિમલ એલચીની જાહેરાત બની મુશ્કેલીનું કારણ

FDAની નોટિસ પ્રમાણે, જાહેરાતની શરૂઆતની તપાસથી સ્પષ્ટ થાય છે કે આ વિમલ બ્રાન્ડનું પ્રમોશન કરે છે, જે મુખ્યત્વે પાન મસાલા સાથે જોડાયેલું છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ફૂડ સેફ્ટી કમિશનરે 13 જુલાઈ 2026ના પોતાના આદેશ દ્વારા FSS એક્ટ 2006ની કલમ 30ની પેટાકલમ 2ના ભાગ A હેઠળ રાજ્યમાં પાન મસાલાના ઉત્પાદન, સ્ટોરેજ, સપ્લાય અને વેચાણ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

FDAએ શું કહ્યું?

આ પહેલીવાર છે જ્યારે મહારાષ્ટ્ર FDAએ સરોગેટ જાહેરાતો સામે આટલી સીધી કાર્યવાહી શરૂ કરી છે. FDAનું કહેવું છે કે જાહેરાતની રીત, તેના ડાયલોગ, પ્રોડક્ટનું નામ અને બજારના ટ્રેન્ડને જોતા આ પ્રતિબંધિત તમાકુ બ્રાન્ડનું જ પરોક્ષ પ્રમોશન હોવાનું સ્પષ્ટ થાય છે, જેને આ 3 મોટા સ્ટાર્સ પ્રમોટ કરી રહ્યા છે.

ત્રણેય સ્ટાર્સ પર 10 લાખ સુધીના દંડની શક્યતા

મહારાષ્ટ્રમાં 2012થી તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા તથા પાન મસાલા પર પ્રતિબંધ છે. FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ વિભાગ હાલમાં તમાકુના વેચાણ અને પ્રમોશન સામે કડક કાર્યવાહી કરી રહ્યો છે. પ્રતિબંધિત પ્રોડક્ટ્સના સંગઠિત નેટવર્કને તોડવા માટે FDA પોલીસ સાથે મળીને મકોકા હેઠળ પણ કેસ નોંધાવી રહ્યું છે. આ મામલે FDAએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006ની કલમ 24 લાગુ કરી છે, જે ભ્રામક જાહેરાતો પર રોક લગાવે છે. આ ઉપરાંત કલમ 53નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના હેઠળ આવી કોઈ ભ્રામક જાહેરાતનો ભાગ બનનાર વ્યક્તિ અથવા પક્ષ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો-CM Vijayના ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં સજી-ધજીને પહોંચી ત્રિશા કૃષ્ણન! યુઝર્સે પૂછ્યું- પત્ની સંગીતા ક્યાં?