શાહરૂખ ખાન બોલીવુડના સુપરસ્ટાર્સમાંના એક છે. હિન્દી સિનેમાના સૌથી ફેમસ સ્ટાર્સમાંના એક, શાહરૂખ ખાનની કારકિર્દી 1990 ના દાયકામાં શરૂ થઈ હતી. 1990 ના દાયકાથી, શાહરૂખે મોટા પડદા પર સર્વોચ્ચ રાજ કર્યું છે. ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંના એક તરીકે, શાહરૂખનો પરિવાર સતત ચર્ચામાં રહે છે. જોકે, તેના પરિવારના બધા સભ્યો તેમના અંગત જીવનને કેમેરાથી દૂર રાખવાનું પસંદ કરે છે. 


શાહરૂખ ખાનના માતા-પિતા

શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર, 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા મીર તાજ મોહમ્મદ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને અનેક વ્યવસાયો પણ ચલાવતા હતા. તેમની માતા લતીફ ફાતિમા એક સરકારી એન્જિનિયરની પુત્રી હતી.

શાહરૂખ ખાનની બહેન શહનાઝ લાલારુખ ખાન

શાહરૂખ ખાનને એક મોટી બહેન શહનાઝ લાલારુખ ખાન છે. શાહરૂખ કિશોરાવસ્થામાં જ તેના પિતાનું અવસાન થયું હતું. થોડા વર્ષો પછી તેની માતાનું પણ અવસાન થયું. બંનેનું કેન્સરથી અવસાન થયું. શાહરૂખની બહેન શહનાઝ તેના માતાપિતાને ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં સરી પડી હતી. શહનાઝ તેના ભાઈ શાહરૂખ ખાન સાથે તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાન, મન્નતમાં રહે છે. જોકે, તે કેમેરાની નજરથી દૂર રહેવાનું પસંદ કરે છે.

શાહરૂખ અને ગૌરીની લવ-સ્ટોરી

કોલેજના દિવસોમાં શાહરૂખ ખાનને ગૌરી સાથે પ્રેમ થઈ ગયો હતો, જે એક પંજાબી પરિવારમાંથી આવતી હતી. ગૌરીના ભાઈને શાહરૂખ ખાન બિલકુલ પસંદ નહોતો. બંને વચ્ચે પ્રેમનો થયો અને શાહરૂખ અને ગૌરીએ 25 ઓક્ટોબર, 1991 ના રોજ લગ્ન કર્યા. તેમના લગ્ન પછી, શાહરૂખ ખાને પોતાની બોલીવુડ કારકિર્દી શરૂ કરી. શાહરૂખ અને ગૌરી ખાનને ત્રણ બાળકો છે, તેમનો મોટો દીકરો, આર્યન ખાન, તેમની પુત્રી, સુહાના ખાન અને તેમનો નાનો દીકરો, અબરામ ખાન.

પુત્ર આર્યન હંમેશા રહે છે હેડલાઈન્સમાં

મુંબઈથી ગોવા જતી ક્રુઝ પર ડ્રગ પાર્ટી માટે આર્યન ખાનનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. આ પહેલી વાર નથી જ્યારે આર્યન વિવાદમાં ફસાયો હોય. અગાઉ, તેનો એક નકલી MMS વીડિયો હેડલાઇન્સમાં આવ્યો હતો. તેના અફેર વિશે પણ ઘણી ચર્ચા થઈ હતી. આર્યન ખાનને અભિનયની દુનિયામાં પ્રવેશવામાં રસ નથી. તે દિગ્દર્શન અને લેખનનો અભ્યાસ કરવા માંગે છે. આર્યન કેલિફોર્નિયામાં યુએસસી સ્કૂલ ઓફ સિનેમેટિક આર્ટ્સમાં ફિલ્મનો અભ્યાસ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા સેન્સેશન સુહાના ખાન

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની વાત કરીએ તો, તે સોશિયલ મીડિયા સેન્સેશન છે. સુહાના તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સને કારણે સમાચારમાં રહે છે. અભિનયની દુનિયામાં રસ ધરાવતી સુહાના ખાન ન્યૂ યોર્કની ટિશ સ્કૂલ ઓફ ધ આર્ટ્સમાં નાટક અને અભિનયનો અભ્યાસ કર્યો હતો અને હાલ તે પિતા સાથે કિંગ ફિલ્મમાં અભિનય કરવાની છે.

શાહરૂખ ખાનનો નાનો દીકરો અબરામ

શાહરૂખ અને ગૌરીનો સૌથી નાનો દીકરો, અબરામ તેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. અબરામ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી, આરાધ્યા સાથે ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આર્યન, સુહાના અને અબરામ બોલીવુડનો સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંનો એક છે.


  • Follow us on: