બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને કથિત રીતે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને એક માનહાનિકારક ઈન્સ્ટાગ્રામ રીલ માટે કાયદાકીય નોટિસ મોકલી છે. ઈન્ફ્લુએન્સર સુવિજ્ઞ શર્મા પર આરોપ છે કે તેણે આધ્યાત્મિક ગુરુ સદગુરુના કાર્યક્રમમાં શાહરૂખ ખાનની હાજરીને લઈને ભ્રામક અને બદનક્ષીભર્યો દાવો કર્યો હતો. વાયરલ થયેલી આ રીલમાં શાહરૂખ ખાનને અન્ય મહેમાનો સાથે વાતચીત કરતા જોઈ શકાય છે.

શું છે સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો સુવિજ્ઞ શર્માની એક વાયરલ ઈન્સ્ટા રીલ સાથે જોડાયેલો છે. રીલમાં અનંત અંબાણી આધ્યાત્મિક ગુરુ સદગુરુને મળતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ શાહરૂખ ખાન અને અનંત અંબાણી પણ વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ઈન્ફ્લુએન્સરે પોતાની પોસ્ટમાં દાવો કર્યો કે વાતચીત દરમિયાન શાહરૂખ ખાનને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.


શાહરૂખ ખાને કાયદાકીય નોટિસમાં શું આરોપ લગાવ્યા?

23 નવેમ્બરની કાયદાકીય નોટિસમાં, શાહરૂખ ખાનના વકીલોએ આરોપ લગાવ્યો કે વીડિયોની સાથે લખવામાં આવેલા કેપ્શનનો હેતુ વાતચીતના સંદર્ભને તોડી-મરોડીને રજૂ કરવાનો અને એક્ટરની ઈમેજ તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. રિપોર્ટ મુજબ, કલમ 356નો હવાલો આપતા નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.

https://x.com/JeetN25/status/2124200113816178885?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124200113816178885%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પુરાવા વગર આ પ્રકારનું કન્ટેન્ટ ફેલાવવાથી એક્ટરની પબ્લિક ઈમેજ પર ખરાબ અસર પડી શકે છે. ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 356નો ઉલ્લેખ કરતા, કાયદાકીય નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ નક્કર પુરાવા વગર પબ્લિક ફિગર્સ વિશે ખોટા અને નુકસાન પહોંચાડનારા નિવેદનો ફેલાવી શકે નહીં.


સુવિજ્ઞ શર્માને આપવામાં આવ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

રિપોર્ટ મુજબ, સુવિજ્ઞ શર્માને 5 માંગણીઓ પૂરી કરવા અને લેવામાં આવેલા પગલાંની લેખિત પુષ્ટિ આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ માંગણીઓમાં ઈન્સ્ટાગ્રામ રીલને તાત્કાલિક હટાવવી, આ દાવાને આગળ શેર કરવા કે ફેલાવવાથી બચવું, અને વીડિયો સાથે જોડાયેલા કેપ્શન તથા નિવેદનોને હટાવવા અથવા તેમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/p/De--1PuIdC3/?utm_source=ig_web_copy_link&hvrq=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

શાહરૂખ ખાન વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન પોતાની મચ અવેટેડ એક્શન ફિલ્મ કિંગની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની છે અને આમાં શાહરૂખ ખાન પહેલીવાર પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ઉપરાંત, ફિલ્મની સ્ટાર કાસ્ટમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને અન્ય કલાકારો પણ સામેલ છે.

આ પણ વાંચો-Star Kid Birthday : આરાધ્યાના બર્થડે પર છવાઈ ગઈ મા-દીકરીની જોડી, પ્રિન્સેસ લુકમાં દેખાઈ બચ્ચન પરિવારની લાડકી!