શાહરૂખ ખાન બોલીવુડના કિંગ ખાન છે. દેશ-વિદેશમાં તેમના કરોડો ફેન્સ છે, જેઓ તેમની એક ઝલક જોવા માટે પણ આતુર રહે છે. શાહરૂખ ખાન ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે અને મુંબઈમાં 300 કરોડ રૂપિયાના બંગલા મન્નતમાં રહે છે. હાલમાં અભિનેતાના આ ડ્રીમ હોમમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાને ASK SRK સેશનમાં મન્નતને લઈને અપડેટ શેર કર્યું હતું. એક ફેને સુપરસ્ટારને કહ્યું હતું કે, સર, જો આ વખતે પણ બાલ્કનીમાં નથી આવવું તો મન્નત વેચી દો. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, નવી ગેલેરી બનાવી રહ્યો છું ને, એટલે હવે નવી ગેલેરીમાં વધુ ચમકીશ.
ખૂબ જ આલીશાન છે શાહરૂખ ખાનનું મન્નત
શાહરૂખ ખાનનું ઘર મન્નત મુંબઈના સૌથી શાનદાર ઘરોમાંથી એક છે. સિયાસત ડોટ કોમના અહેવાલ મુજબ, મૂળ વિલા વિયેના નામની આ પ્રોપર્ટી શાહરૂખ ખાને 2001માં ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી 13.32 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ આલીશાન ઘરમાં 5 બેડરૂમ, એક મોટી લાઇબ્રેરી, જિમ, સ્વિમિંગ પૂલ, એક પ્રાઇવેટ મૂવી થિયેટર અને ઓફિસ છે.

લાખો રૂપિયાની છે મન્નતની નેમપ્લેટ
શાહરૂખ ખાનના ઘર મન્નતની નેમપ્લેટ પણ ઘણી મોંઘી છે. મીડિયા અહેવાલો મુજબ તેની કિંમત 25 લાખ રૂપિયા છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને મન્નતની નેમપ્લેટ ડિઝાઇન કરી હતી. અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે મન્નતની નેમપ્લેટ હીરાથી બનેલી છે. જોકે, બાદમાં ગૌરી ખાને પોતાના એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે મન્નતની નેમપ્લેટ હકીકતમાં ગ્લાસ ક્રિસ્ટલવાળા પારદર્શક મટિરિયલથી બનેલી છે.
https://www.instagram.com/p/ClQQWpwP2Oy/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==
મન્નતના પ્રવેશદ્વાર પાસેની પોતાની એક તસવીર શેર કરતાં ગૌરી ખાને લખ્યું હતું કે, તમારા ઘરનો મુખ્ય દરવાજો તમારા પરિવાર અને મિત્રો માટે આવવા-જવાની જગ્યા છે. તેથી નેમપ્લેટ સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. અમે ગ્લાસ ક્રિસ્ટલવાળું પારદર્શક મટિરિયલ પસંદ કર્યું છે, જે સકારાત્મકતા, ઉત્સાહ અને શાંતિનો અનુભવ કરાવે છે. તેમણે પોતાની પોસ્ટ સાથે ગૌરી ખાન ડિઝાઇન હેશટેગ પણ ઉમેર્યું હતું.
શાહરૂખ ખાનના મન્નતનું વીજળીનું બિલ કેટલું આવે છે?
શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને ત્રણ બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે પોતાના આલીશાન બંગલા મન્નતમાં રહે છે. શું તમે જાણો છો કે શાહરૂખ ખાન મન્નતના વીજળીના બિલ માટે કેટલી રકમ ચૂકવે છે? આ રકમ સાંભળીને તમને નવાઈ લાગશે, કારણ કે આ રકમ કોઈ CEOના વાર્ષિક પગાર કરતા પણ વધુ હોવાનું કહેવાય છે. અનેક અહેવાલો મુજબ શાહરૂખના મન્નતનો માસિક વીજળીનો ખર્ચ 43-45 લાખ રૂપિયા આવે છે. જોકે, મન્નતના મેન્ટેનન્સને લઈને કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

શાહરૂખ ખાનનો આગામી પ્રોજેક્ટ
શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો અભિનેતા હવે કિંગ ફિલ્મમાં જોવા મળશે. થોડા દિવસ પહેલા સુપરસ્ટારે ફિલ્મની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી હતી અને જણાવ્યું હતું કે આ ફિલ્મ ડિસેમ્બરમાં ક્રિસમસના અવસર પર એટલે કે 24 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પહેલીવાર પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. કિંગનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત અને અભય વર્મા સહિત અનેક કલાકારો જોવા મળશે.
આ પણ વાંચો-Disaster Movies: મોટા સ્ટાર્સ અને કરોડોનું આંધણ! થિયેટરોમાં ખરાબ રીતે પછડાઈ આ 5 મોંઘી ફિલ્મો