કરણ જોહર હોસ્ટ કરતો રિયાલિટી શો ધ ટ્રેટર્સ 2 દર્શકોમાં સતત ચર્ચામાં છે. આ શોમાં શ્વેતા તિવારી, અભિષેક મલ્હાન, શાલિની પાસી અને પારુલ ગુલાટી સહિત અનેક જાણીતા સેલેબ્સે ભાગ લીધો છે, જેમાંથી ઘણા શોમાંથી બહાર પણ થઈ ચૂક્યા છે. ધ ટ્રેટર્સની બીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ગુપ્ત ગઠબંધન, ચાલાકી અને છેતરપિંડીની જોરદાર રમત જોવા મળી રહી છે. આ દરમિયાન ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલે તાજેતરમાં શોને લઈને કેટલાક એવા દાવા કર્યા છે, જેના પછી નવો વિવાદ ઊભો થયો છે. શહનીલે શો પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે કન્ટેસ્ટન્ટ્સે પ્રોડક્શન તરફથી મળેલા શેડોને પૈસા આપ્યા અને ટ્રેટર વિશે જાણીને ગેમમાં બેઈમાની કરી.
શહનીલે લગાવ્યો આરોપ
શહનીલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે, ગટ પાસે સોર્સ હતો, ઈફ યુ નો યુ નો. વીડિયોમાં શહનીલે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેણે જે પ્રકારના આરોપ લગાવ્યા છે અને જે વાતો કહી છે, તેને લઈને લોકોનું કહેવું છે કે તે પારુલ ગુલાટી વિશે વાત કરી રહી છે. શોમાં પારુલ ગુલાટીએ ઘણી વખત પોતાની ગટ ફીલિંગનો ઉલ્લેખ કરીને સાચું અનુમાન લગાવ્યું હતું. તેણે ક્રિસ્ટલ ડિસૂઝા અને હરમન સિંહને ટ્રેટર ગણાવતા કહ્યું હતું કે તેની ગટ ફીલિંગ કહે છે કે બંને ટ્રેટર છે. તે દરરોજ બ્રેકફાસ્ટ ટેબલ પર બંનેને ટ્રેટર ગણાવતી અને બાકીના ખેલાડીઓને પણ પોતાની વાત માનવા માટે સમજાવતી હતી.
https://www.instagram.com/reel/DcYnZ_NPS9y/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

