બોલીવુડના 'કિંગ' શાહરૂખ ખાન આજકાલ પોતાના પુત્ર આર્યન ખાનની ડેબ્યૂ વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આર્યન આ સિરીઝ દ્વારા દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે અને હવે આખરે તેની ટ્રેલર રિલીઝ ડેટ બહાર આવી ગઈ છે. જેનો ખુલાસો શાહરૂખ ખાને પોતે આ પોસ્ટ દ્વારા કર્યો છે.

શાહરૂખ ખાને શેર કર્યું પોસ્ટર


શાહરૂખ ખાને સોમવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના દીકરા આર્યન ખાનની સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ'નું પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં ખૂબ જ શાનદાર રીતે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, ટ્રેલર આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સાથે કિંગ ખાને લખ્યું કે, 'બોલીવુડના ઘણા કલરો... શું તમે તેમને જોવા માટે તૈયાર છો?' જોકે, તેમણે ટ્રેલર રિલીઝનો સમય જાહેર કર્યો નથી.


આર્યન ખાનની આ સીરીઝ ક્યાં સ્ટ્રીમ થશે?


આર્યન ખાનની આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આર્યને આ પ્રોજેક્ટ પર લગભગ 4 વર્ષથી સખત મહેનત કરી છે. ટીમે શૂટિંગ અને સ્ક્રિપ્ટિંગથી લઈને દરેક પાસાઓ પર ખૂબ જ કાળજીપૂર્વક કામ કર્યું છે જેથી ફેન્સને એક નવો અનુભવ મળી શકે. આ સિરીઝમાં ઘણા ફેમસ ચહેરાઓ જોવા મળવાના છે. જેમાં બોબી દેઓલ, લક્ષ્ય લાલવાણી, સહર બમ્બા, રાઘવ જુયાલ, ગૌતમી કપૂર, મોના સિંહ, મનોજ પાહવા, મનીષ ચૌધરી, અન્યા સિંહ, રજત બેદી અને વિજયેન્દ્ર કોહલી જેવા કલાકારોનો સમાવેશ થાય છે. 'ધ બેડ્સ ઓફ બોલીવુડ' 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સીરીઝ ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં ઉત્સાહ વધુ વધવાનો છે.


  • Follow us on: