'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી તે માત્ર 42 વર્ષની ઉંમરે અચાનક બધાને છોડીને ચાલી ગઈ છે. માત્ર 20 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરનાર શેફાલીએ ફિલ્મો, ટીવી અને મ્યુઝિક વીડિયોમાં ઘણું કામ કર્યું છે. ત્યારે હવે શેફાલીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના પતિ અને ખાસ મિત્ર સાથે આનંદ માણતી જોવા મળી રહી છે.
શેફાલી જરીવાલાનો ડાન્સ કરતો વીડિયો
ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો વચ્ચે ઘણા સંબંધો રહ્યા છે. તેમાંથી એક 25 વર્ષીય ક્રિકેટર પૃથ્વી શો છે. જેનો છેલ્લો જન્મદિવસ ખૂબ જ ખાસ હતો. તે પાર્ટીની લાઈફ બીજું કોઈ નહીં પણ શેફાલી જરીવાલા હતી જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ 9 નવેમ્બર 2024ના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો તે દિવસ તેમના માટે વધુ ખાસ બની ગયો છે. પૃથ્વી શોએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી જેમાં તે મિત્રો સાથે ડાન્સ પાર્ટી કરતો જોવા મળ્યો. તે વીડિયોમાં શેફાલી જરીવાલા પણ હાજર હતી. શેફાલીના પતિ પરાગે પણ એક ખાસ પોસ્ટ શેર કરીને પૃથ્વી શોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
પૃથ્વી શો અને શેફાલી જરીવાલા વચ્ચે ખાસ સબંધો
તે પાર્ટીની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં પૃથ્વી શોની કથિત ગર્લફ્રેન્ડ નિધિ પણ જોવા મળી હતી. હકીકતમાં પરાગ ત્યાગી, શેફાલી અને પૃથ્વી શો સારા મિત્રો હતા. પરાગ ભારતીય ક્રિકેટરને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. પૃથ્વી પણ તેને ફોલો કરે છે. પતિ પરાગ દ્વારા બંને મિત્રો બન્યા. શેફાલી જરીવાલાનો તે ડાન્સ વીડિયો વાયરલ થયો હતો જેના કારણે ક્રિકેટરને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.