શેફાલી જરીવાલાના મૃત્યુથી ફેન્સ અને સેલિબ્રિટીઝને મોટો આઘાત લાગ્યો છે. અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન મુંબઈ પોલીસે તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું છે. પરાગે ખુલાસો કર્યો છે કે શેફાલી પહેલાથી જ સારવાર હેઠળ હતી.


મુંબઈ પોલીસે શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીનું તેમના ઘરે નિવેદન નોંધ્યું છે. કેસની તપાસના ભાગ રૂપે અત્યાર સુધીમાં 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે જેમાં બે નોકર અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.

પરાગ ત્યાગી શેફાલીના બીજા લગ્ન હતા

પરાગ ત્યાગી શેફાલી જરીવાલાના બીજા પતિ છે. અભિનેત્રીએ પહેલા લગ્ન 2004માં મીત બ્રધર્સના હરમીત સિંહ સાથે કર્યા હતા. 5 વર્ષ બાદ 2009માં શેફાલીએ હરમીતને છૂટાછેડા આપી દીધા. ત્યારબાદ અભિનેત્રીએ હરમીત પર ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો પણ આરોપ લગાવ્યો. હરમીતથી છૂટાછેડા લીધાના 6 વર્ષ બાદ શેફાલીએ 2015માં પરાગ સાથે લગ્ન કર્યા હતા.

શેફાલીને 'કાંટા લગા' ગર્લ કેમ કહેવામાં આવે છે?

શેફાલી જરીવાલાએ ઘણી ફિલ્મો અને રિયાલિટી શોનો ભાગ રહી છે. પરંતુ તેને ખરી ઓળખ 'કાંટા લગા' મ્યુઝિક વીડિયોથી મળી અને તે 'કાંટા લગા' ગર્લ તરીકે જાણીતી થઈ હતી. આ અભિનેત્રી બિગ બોસ 13, નચ બલિયે ૫ અને નચ બલિયે 7માં પણ જોવા મળી હતી.


  • Follow us on: