ફેમસ ગીત 'કાંટા લગા'થી રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીનું 27 જૂન 2025ના રોજ 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. શેફાલી જરીવાલા નિધનથી પરિવાર સહિત સ્ટારમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. તેમના મૃત્યુ બાદ ફક્ત તેમના કામ વિશે જ નહીં પરંતુ તેમના અંગત સંબંધો અને સંપત્તિ વિશે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે તેમની મિલકતના માલિક કોણ બનશે?

શેફાલીની કેટલી હતી કમાણી?

શેફાલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું ન હતું પરંતુ તે સતત ટીવી શો, રિયાલિટી શો અને ઇવેન્ટ્સમાં જોવા મળતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કુલ સંપત્તિ લગભગ 8.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે એક ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 10થી 25 લાખ રૂપિયા લેતી હતી. આ સિવાય તેણી ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ઘણી કમાણી કરતી હતી. લાખો ફોલોઅર્સ હોવાને કારણે તેને બ્રાન્ડ પ્રમોશન ઓફર મળતી હતી જેના કારણે તેની માસિક આવક લાખોમાં અને વાર્ષિક આવક કરોડોમાં થતી હતી.

અભિનેત્રીની આ સંપત્તિ કોણે મળશે?

શેફાલીના બે લગ્ન થયા હતા. પહેલા લગ્ન 2004માં સંગીત નિર્દેશક હરમીત સિંહ સાથે થયા હતા પરંતુ 5 વર્ષ બાદ 2009માં છૂટાછેડા થયા. ત્યાર બાદ અભિનેત્રીએ 2014માં ટીવી અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા અને ત્યારથી તે તેના પતિ છે. શેફાલીને કોઈ સંતાન નહોતું. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તેની કરોડોની સંપત્તિ કોણ મેળવશે. સંભવ છે કે તેનો પતિ પરાગ ત્યાગી આ સંપત્તિનો કાયદેસર વારસદાર હશે.

જાણો કાયદો શું કહે છે?

ભારતીય કાયદા મુજબ, જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે તો તેની મિલકત પહેલા તેના પતિ, બાળકો અને માતાપિતા વચ્ચે વહેંચવામાં આવે છે. જો કોઈ બાળકો ન હોય અને માતાપિતા ન હોય તો પતિને સંપૂર્ણ અધિકાર મળે છે. જો સ્ત્રીને તેના માતાપિતા પાસેથી મિલકત વારસામાં મળી હોય તો તે મિલકત માતાપિતાના પરિવારને જશે.

  • Follow us on: