બોલીવુડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને ફિલ્મના સેટ પર ઈજા થઈ છે. શ્રદ્ધા કપૂર ઈથાનું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર ઇજાગ્રસ્ત થઇ હોવાના અહેવાલ છે. શ્રદ્ધા કપૂરના પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે. એક્ટ્રેસની ટીમ તરફથી હજુ સુધી કોઈ ઓફિશયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું.
ઈથા ફિલ્મ નું શૂટિંગ હાલ મોકૂફ
રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ ઈથા માટે લાવણી ડાન્સનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન શ્રદ્ધાએ નૌવારી સાડી, હેવી જ્વેલરી અને વેસ્ટબેન્ડ પહેરીને ડાન્સ શૂટ કર્યું હતું. શ્રદ્ધાની ઇજાને ધ્યાનમાં રાખીને ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે. હવે ટીમ 2 અઠવાડિયા પછી ફરીથી કામ શરૂ કરશે.













