બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. બીજી તરફ, તેમની પ્રોફેશનલ લાઈફ ખૂબ જ શાનદાર રહી છે. આજે અમે બોલીવુડની એક એવી જ જાણીતી સિંગર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. આ સિંગરે પરિવારની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમને પસંદ કર્યો હતો, પરંતુ માત્ર 1 વર્ષમાં જ તેના લગ્ન તૂટી ગયા હતા. ત્યારબાદ તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
18 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી ઓળખ બનાવનાર આ સિંગરનું નામ સુનિધિ ચૌહાણ છે. સુનિધિ ચૌહાણે પોતાની કારકિર્દીમાં હિન્દી, કન્નડ, પંજાબી, મલયાલમ, બંગાળી અને ભોજપુરી ભાષામાં ગીતો ગાયા છે. તેની અંગત જિંદગી પણ ઘણી ચર્ચામાં રહી છે. માત્ર 18 વર્ષની ઉંમરે સુનિધિએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. કોરિયોગ્રાફર બોબી ખાન અને સુનિધિ ચૌહાણની પ્રેમ કહાની કોઈનાથી છુપાયેલી નથી.
https://www.instagram.com/reel/DYpOev-IoD4/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==માત્ર 1 વર્ષમાં તૂટી ગયા લગ્ન સુનિધિ જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણે પોતાના પરિવારને બોબી ખાન સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. ત્યારબાદ સુનિધિએ પરિવારની વિરુદ્ધ જઈને બોબી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને લગ્નના માત્ર 1 વર્ષ બાદ જ બોબી ખાન અને સુનિધિ ચૌહાણ અલગ થઈ ગયા હતા. આ લગ્ન તૂટવાનું મુખ્ય કારણ એ હતું કે બોબી ખાનના પરિવારના લોકો સુનિધિ ચૌહાણને પોતાની વહુ તરીકે સ્વીકારતા નહોતા. ત્યારબાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
બીજા લગ્ન કોની સાથે કર્યા?
પહેલા લગ્ન તૂટ્યા બાદ સિંગરે પોતાની કારકિર્દી પર ધ્યાન આપ્યું અને બોલીવુડમાં એ સ્થાન મેળવ્યું, જેનું સપનું દરેક વ્યક્તિ જોવે છે. બોલીવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ સિંગરે મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે બીજા લગ્ન કર્યા. બંનેને એક દીકરો પણ છે, જેનું નામ તેજ સોનિક છે. સુનિધિ હવે પોતાના પરિવાર સાથે ખૂબ ખુશ છે અને કામમાંથી બ્રેક લઈને પરિવાર સાથે સમય પણ પસાર કરે છે.
આ પણ વાંચો-Movie Clash: એડવાન્સ બુકિંગમાં ઇમરાન હાશ્મીનો તોફાની ખેલ, સની દેઓલની Batwara 1947ને ચટાડી ધૂળ!