બોલીવુડ એક્ટર શરદ કપૂર હાલના દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બનેલા છે. તાજેતરમાં એક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઘણા ઈમોશનલ દેખાયા. સાથે જ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મદદ પણ માગી. ત્યાં જ હવે આ વીડિયો બાદ સોનુ સૂદ એક્ટર શરદ કપૂરની મદદ માટે આગળ આવ્યો છે. સોનુ સૂદે શરદ કપૂર સાથે મુલાકાત કરી છે. બંનેની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ સોનુ સૂદે શરદ કપૂર માટે મેડિકલ સપ્લાયની પણ વ્યવસ્થા કરી છે. આ બિહેવિયરને કારણે સોનુ સૂદે ફરી એકવાર ફેન્સનું દિલ જીતી લીધું છે.
શરદ કપૂરની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ
શરદ કપૂરનો વાયરલ વીડિયો જોયા બાદ સોનુ સૂદ તેમની મદદ માટે આગળ આવ્યો છે. ધ ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ અનુસાર સોનુ સૂદે એક્ટર શરદ કપૂર માટે મેડિકલ સપ્લાયની વ્યવસ્થા કરી છે. ત્યાં જ આ મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનુ સૂદ શરદ કપૂરને સહારો આપતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં તાજેતરમાં શરદ કપૂરે એક વીડિયો દ્વારા કહ્યું હતું કે તેમને કામની ખૂબ જરૂર છે અને તેઓ ફરીથી બોલીવુડમાં કામ કરવા માગે છે.
