ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બોલીવુડની હિરોઈન છે. અભિનેત્રી ગીતા બસરા આજે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. હરભજન સિંહ અને બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાની જોડી રમતગમત અને ગ્લેમર જગતનો એક અતૂટ હિસ્સો છે. ગીતા બસરાએ એક ઇન્ટરવ્યુમાં હરભજન સિંહ સાથેની લવસ્ટોરીનો રસપ્રદ ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તેમની લવ સ્ટોરી કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નથી. ગીતા બસરાના એક ગીત પર ક્રિકેટર પોતાનું દિલ હારી ગયા હતા.
ગીતા બસરાને પહેલી વાર જોતા જ ફિદા થયા હરભજન સિંહ
હરભજન સિંહની નજર પહેલીવાર ગીતા પર ત્યારે પડી જ્યારે તેણે તેને "વો અજ નબી" ગીતના મ્યુઝિક વીડિયોમાં જોઈ. આ વીડિયો જોતા જ હરભજન તેના પ્રેમમાં પડી ગયો હતો. તેણે પોતાના મિત્રોની મદદથી ગીતાનો નંબર મેળવ્યો અને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, શરૂઆતમાં ગીતાએ તેના મેસેજ પર ખાસ ધ્યાન આપ્યું નહીં. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો, ત્યારે ગીતાએ હરભજનને અભિનંદન આપતો મેસેજ મોકલ્યો અને અહીંથી જ બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો.
ગીતા બસર-હરભજન સિંહ આઠ વર્ષનું ડેટિંગ
ગીતા બસરા તે સમયે પોતાની એક્ટિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી અને સંબંધોને લઈને થોડી સાવધ હતી. બીજી તરફ હરભજનની ક્રિકેટ કારકિર્દી પણ ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી હતી (જેમાં તેણે કુલ 467 આંતરરાષ્ટ્રીય મેચ રમી). હરભજને ધીરજ રાખી અને ધીમે-ધીમે ગીતાનું દિલ જીતી લીધું. લગ્ન ગ્રંથિમાં બંધાતા પહેલા આ કપલે લગભગ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
લગ્ન અને પારિવારિક જીવન
ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરાએ 8 વર્ષ ડેટિંગ કર્યા બાદ 29 ઓક્ટોબર, 2015ના રોજ જલંધરમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા. 2016માં તેમની પુત્રી હિનાયા હીરનો જન્મ થયો અને 2021માં તેમના પુત્ર જોવાન વીર સિંહનું આગમન થયું. લગ્ન બાદ ગીતાએ ફિલ્મી દુનિયાથી અંતર જાળવી રાખ્યું અને પોતાનો સંપૂર્ણ સમય પરિવારના ઉછેરમાં વિતાવ્યો.
શા માટે આ જોડી છે ખાસ?
ગીતાએ 'ધ કપિલ શર્મા શો'માં જણાવ્યું હતું કે હરભજન તેના માટે 'પરફેક્ટ પાર્ટનર' છે. વધુમાં હરભજનની પ્રશંસા કરતા કહ્યું કે જે પુરુષ સ્ત્રીને હસાવી શકે તે શ્રેષ્ઠ હોય છે. હરભજનને તેના મિત્રો ભજ્જી કહે છે તે ભલે મેદાન પર આક્રમક દેખાય. પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબ જ નરમ હૃદયનો અને સંવેદનશીલ વ્યક્તિ છે.આજે લગ્નના 11 વર્ષ પછી પણ, આ દંપતી સોશિયલ મીડિયા પર પોતાની ખુશહાલ પળો શેર કરીને ચાહકોને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો : Bollywood Politics : ગંદકીમાં રહેવું પસંદ નથી...! પ્રિયંકા ચોપરાએ ઈન્ડસ્ટ્રીના ડર્ટી પોલિટિક્સ પર કર્યો ખુલાસો!